તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
રાજુલાના ધાતરવડી-1 ડેમમાં પાણીની આવક વધતા હાઈએલર્ટ: સૂરજવડી સિંચાઈ યોજના ડેમ ઓવરફલો
ધારેશ્વર, નવી – જૂની માંડરડી, ઝાંપોદરના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા સૂચના

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી-01 સિંચાઈ યોજનામાં ડિઝાઈન સ્ટોરેજના 100 ટકાથી વધુ પાણી ભરાયેલું હોય હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ડેમમાં પાણીની ધીમી આવક શરુ હોય ડેમ ઓવરફલો થવાની સંભાવના છે. ધાતરવડી-1 નીચાણ વાસના ગામો રાજુલા, ધારેશ્વર, નવી – જૂની માંડરડી, ઝાંપોદરના લોકોને અમરેલી ફ્લડ સેલ વાયરલેસ ઓપરેટર દ્વારા ચેતવણી અને સૂચના આપવામાં આવી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે સૂરજવડી નદી ઉપર આવેલા સૂરજવડી સિંચાઈ યોજનામાં ડિઝાઈન સ્ટોરેજના 100 ટકાથી વધુ પાણી ભરાયેલું છે.
આથી, ડેમમાં પાણીની આવક વધતા 0.30 મી. ઓવરફલો થયો છે, જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ 5,960 કયુસેક છે.
સૂરજવડી નીચાણ વાસના ગામો (1) દોલતી અને (2) ઘાંડલા ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી આપવા અમરેલી ફ્લડ સેલ વાયરલેસ ઓપરેટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
