<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

મોરબી સનાતન યુવા ગ્રુપ દ્વારા 500 વિદ્યાર્થીઓને 5000 ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  ફાધર્સ ડે નિમિતે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિદ્યાર્થીઓને રાહતદરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફાધર્સ ડેના દિવસે શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી વ્હાલા વિદ્યાર્થીભાઈઓ તથા બહેનો ને રાહત દરે ફૂલસ્કેપના બુક્સ વિતરણ નો એક ભવ્ય પ્રયત્ન હતો અને તે એક ભવ્ય અને સફળ કાર્યક્રમ યોજાયો જે આવતા વર્ષે વધારે પ્રયત્ન કરીશું એવા સંકલ્પ સાથે આજે કાર્ય પૂર્ણ થયું આ સાથે શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટનો સહકાર તથા નામી અનામી દાતાઓ, સ્વયંસેવકોએ જે સેવા આપી છે તે બદલ સર્વનો આભાર તથા વ્હાલા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા અહીં આવી અને આ ફાધર્સ ડે ના દિવસે કોઈના પિતા કોઈના માતા કોઈના ભાઈ કોઈના બેન બનવાનો અમને જે મોકો મળ્યો  એ બદલ સર્વનો પણ સનાતન યુવા ગ્રુપ મોરબી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

સનાતન ગ્રુપ દ્વારા જડેશ્વર મંદિર ખાતે યોજાયેલ રાહતદરે ફુલસ્કેપ ચોપડા વિતરણનો ભવ્ય કાર્યક્રમ જેમાં આશરે 5000 ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આશરે 500 વિધાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો એમ સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકની યાદી જણાવે છે.

(11:32 PM IST)