તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ઉના શહેર-તાલુકામાં મોસમનો પ્રથમ બેથી અઢી ઇંચ વરસાદ
અસહ્ય ગરમીમાં રાહતઃ સમયસર વરસાદના આગમનથી ખેડૂતો ખુશ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૭ :.. ઉના શહેર તથા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે મોસમનો પ્રથમ વરસાદ બે થી અઢી ઇંચ વરસી ગયો હતો. ગઇકાલે સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ મોડી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો. વરસાદના સમયસર આગમનથી ખેડૂતો ખુશ થઇ ગયા છે. અતિશય ગરમીમાંથી રાહત થઇ છે.
ઉના શહેર અને તાલુકામાં ગઇકાલે રાત્રીથી મેઘરાજાનું આગમન થયું હોય વિજળીના કડાકા ભડાકા સાથે પ્રથમ ધીમી ધારે અને સવારથી ધોધમાર વરસાદ વરસી જતા શહેરમાં સાંજે છ સુધીમાં પ૪ મી. મી. બે ઇંચથી વધુ મોસમનો પ્રથમ વરસાદ નોંધાયો છે.
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકોએ ગરમીમાં રાહત ફેલાઇ છે તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સામતેર, સનખડા, દેલવાડા, ભાયા, કેસરીયા, અમોદ્રા વિગેરે ગામોમાં અઢી ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
વાવણી લાયક વરસાદ વરસી જતા ખેડૂતો વરાપ રહે પછી વાવણી શરૂ કરશે તેમજ જે લોકોએ કમોસમી વરસાદ એક મહિના પહેલા વરસાદ વરસેલ ત્યારે વાવણી કરતા અને સમયસર વરસાદ વરસતા જીવતદાન પાકને મળી ગયું છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
