<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ટંકારામાં ટહક ટહક વરસાદ બાદ રાત્રે બહમહાટી બોલાવી : ૪ ઇંચ વરસ્‍યો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૭: સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મેઘાવી માહોલ જામ્‍યો છે ત્‍યારે ગુજરાતની મિની ચેરાપુજી ટંકારામાં દિ આથમે ટહક ટહક સ્‍ટાઈલે શરૂ થયેલ વરસાદે વારૂ ટાકણે રાત્રીના આઠ વાગ્‍યા બાદ ગેર બદલી બહબહાટી બોલાવી ૧૦૦ મીમી એટલે કે પાંચ ઈંચ વરસાદ વરસ્‍યો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્‍યા છે. આગોતરા વાવેતર તો ખેતરોમાં ખિલખિલાટ કરતા ચારે કોર માટીની સુગંધ અને મહેકથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આ સાથે આ સાથે સિઝનનો કુલ વરસાદ ૧૨૫ એમ એમ પહોચ્‍યો છે.

(11:44 AM IST)