News of Tuesday, 17th June 2025
ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓને હાલાકી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭: ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોમવાર ગીરનાર ક્ષેત્રમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારે પવન અને વરસાદના કારણે ગઈકાલે ગીરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો હતો અને આજે પણ સવારે તેના નિર્ધારિત સમયે રોપવે શરૂ કરવામાં નહીં આવતા પ્રવાસીઓને ધરમ ધક્કો થયો હતો.
ગિરનાર પર્વત પર વાતાવરણ સારું ન હોવાથી રોપવે સેવા શરૂ થઈ શકી ન હતી. વાતાવરણ સ્વચ્છ થશે તો રોપવે શરૂ થશે તેમ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
