તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
મેઘરાજાની સટાસટીઃ ભાદર ડેમમાં પોણા ફુટનો વધારોઃ મોરસલમાં ૧૬ ફુટ તો સબૂરીમાં ૧૮ ફુટ નવા પાણી
આજી-ન્યારીના પણ નીર વધ્યાઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ર૭ ડેમોમાં નવી જળ રાશી ઠાલવાઇ :અનેક ડેમો જીવંત બન્યાઃ ડેડ વોટર બૂરાયું: રાજકોટના ઘેલા સોમનાથ ડેમમાં ૪ તો માલગઢમાં ૮ ફુટ નવા પાણીની આવક

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા રાજકોટ ઉપરાંત મોરબી-સુરેન્દ્રનગર-દ્વારકા-જામનગર જીલ્લાના કુલ ર૭ ડેમોમાં ૦ાા થી ૧૮ ફુટ જેવા નવા પાણીની આવક થયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું. જેતપુર નજીકના ભડભાદર ગણાતા ભાદર-૧ ડેમમાં પ્રારંભે જ પોણા ફુટ નવા પાણીની આવક થઇ છે, સપાટી જીવંત ર૧ાા ફુટે પહોંચી છે, આ ઉપરાંત રાજકોટના આજી-૧, ન્યરી-૧ માં પણ નવા નીર આવ્યા છે. તો ઘેલા સોમનાથ ડેમમાં ૪ ફુટ અને માલગઢ ડેમમાં ૮ ફુટ નવુ પાણી આવ્યું છે.
મોરબીના મચ્છુ-૧ અને મચ્છુ-ર ડેમની સપાટીમાં ૧ થી ૧ાા ફુટ જેવો નોંધનીય વધારો થયો છે. સુરેન્દ્રનગરના બે ડેમો મોરસલમાં ૧૬ ફુટ તો સબૂરીમાં ૧૮ ફુટ નવુ પાણી આવતા આ બંને ડેમોના દરવાજા ન હોય પાણી વહી ગયું હતું, પરંતુ બંને ડેમોના ડેડ વોટર હવે જીવંત બન્યા છે.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ ર૪ કલાકમાં થયેલો હાલની જીવંત
વધારો ફુટમાં સપાટી ફુટમાં
ભાદર ૦.૭૯ ર૧.૪૦
આજી-૧ ૦.૧૦ ર૩.પ૦
ન્યારી-૧ ૦.૩૩ ૧૭.૭૦
ન્યારી-ર ૦.૧૬ ૧પ.૩૦
મોતીસર ૧.૩૧ ૪.૯૦
ફાડદંગ બેટી ૦.૩૩ ૧.૬૦
ભાદર-ર ૦.ર૦ ર૦.૪૦
ઘેલા સોમનાથ ૪.૦૦ ૧૬.૬૦
માલગઢ ૮.૦૦ ૮.૦૦
મોરબી જીલ્લો
મચ્છુ-૧ ૧.૦૦ ર૧.ર૦
મચ્છુ-ર ૧.પ૭ ર.૮૦
ઘોડાધ્રોઇ ૪.૧૦ ૪.૯૦
બ્રાહ્મણી-ર ૧.૯૭ ૧૧.૦૦
જામનગર જીલ્લો
ઉમીયાસાગર ૦.૦૭ ૩.૦૦
દ્વારકા જીલ્લો
કાબરડા ૦.૩૩ ---
સુરેન્દ્રનગર જીલ્લો
વઢવાણ ભોગવો પ.૮૧ ૧૦.૯૦
લીંબડી ભોગાવો ૭.૮૧ ૧૧.૦૦
વાંસલ ૦.૩૩ પ.૯૦
મોરસલ ૧પ.૭૮ પ.૯૦
સબૂરી ૧૮.૦૪ ૧-૦૦
ત્રિવેણી ઠાંગા ર.૬ર --
નિંભણી ર.૧૩ ---
ધારી ૮.ર૦ ---
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
