હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૪ ઇંચ વરસાદથી જુનાગઢ ખેદાનમેદાનઃ લોકોના હાલ બેહાલ
મનપા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ, સોસાયટીઓ તથા માર્ગો પર કિચડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: ૪ ઇંચ વરસાદથી જુનાગઢ શહેરમાં ખેદાનમેદાન જેવી સ્થિતિ સર્જાતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને મનપા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
જૂનાગઢમાં સોમવારે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને બપોરના સમયે સારી એવી મેઘ કળપા હતા આજે સવાર સુધીમાં શહેરમાં ૯૧ મીમી પાણી પડ્યાનું નોંધાયું હતું.
ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જુનાગઢ અને તેની બહારના ભાગમાં વિકસિત થયેલા વિસ્તારોમાં બદતર સ્થિતિ સર્જાયેલ છે. પાણી અને ગટરની લાઈન સહિતના કામો માટે રસ્તા તોડી ખોદી નાખવામાં આવ્યા છે આ તોડેલા રસ્તા અને ખાડાઓ ચોમાસાના પ્રારંભ સાથે લોકો માટે યાતનારૂપ બની ગયા છે.
શહેરના કડિયાવાડ, દિવાન ચોક, ઢાલ રોડ, તળાવ દરવાજા, જોષીપરા, મધુરમ સહિતના વિસ્તારોની સોસાયટીઓ અધૂરા કામોથી નર્ક જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે.
કાદવ કિચડથી ખરડાયેલા રસ્તાઓ પર લોકોને ચાલવુ મુશ્કેલ બની ગયું છે ભીની માટીથી રસ્તા લપસણા બની જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદી પાણીથી ભરેલા ખાડા જોખમી બની ગયા છે અનેક લોકો અને કુલ બસ સહિતના વાહનો લપસીને પડી ગયાના બનાવો બન્યા હતા.
જૂનાગઢમાં ચોતરફ મોત સમાન ખોદકામ કયારે કોનો ભોગ લઈ લે તે નક્કી નથી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઠેરઠેર વાહનો ફસાઈ ગયાની ઘટના સામે આવી હતી. ચોમાસાની સત્તાવાર શરૂ થવાની હોવા છતાં મનપા દ્વારા ખોદેલા રસ્તાઓ પર પેચ વર્કને બદલે અનેક વિસ્તારોમાં ખોદકામ ચાલુ જ રાખવામાં આવ્યું અને સમયસર પેચ વર્ક કરવામાં ન આવ્યું તેના કારણે પ્રથમ વરસાદમાં જ વાહન ચાલકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જે જગ્યાએ પેચ વર્ક કર્યું ત્યાં પણ અનેક વાહનો ફસાવાની ઘટના સામે આવી હતી. જુનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૦૦ થી વધુ જગ્યા પર વાહનો ફસાઈ જતા મનપાના તંત્ર પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.(૬.પ)
કયાં કેટલો વરસાદ
(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.
ગઢડા - ૧૪ ઇંચ,
પાલીતાણા - ૧૨ ઇંચ
સિહોર - ૧૨ ઇંચ,
બોટાદ - ૧૧ઇંચ
જેસર - ૧૧ ઇંચ,
ઉમરાળા - ૧૦.૫ ઇંચ
સાવરકુંડલા -૧૦ ઇંચ,
મહુવા - ૯ ઇંચ,
રાજુલા - ૭.૫ ઇંચ,
અમરેલી - ૭ ઇંચ
લીલીયા - ૭ ઇંચ,
વલભીપુર - ૬.૫ ઇંચ
ચોટીલા - ૬ ઇંચ,
તળાજા - ૬ ઇંચ
ગારીયાધાર - ૬ ઇંચ
વીંછીયા - ૬ ઇંચ
હાંસોટ - ૫.૫ ઇંચ,
મોરબી - ૫ ઇંચ
બાબરા - ૫ ઇંચ,
ખાંભા - ૪ ઇંચ
ટંકારા - ૪ ઇંચ,
ચુડા - ૪ ઇંચ
જસદણ - ૪ ઇંચ
સાયલા - ૪ ઇંચ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
