તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
સવારે માળીયાહાટીનામાં પોણો ઇંચ વરસાદ, કેશોદ, માંગરોળ માણાવદરમાં ઝાપટા
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૨૦ ઇંચ વરસાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૭: જૂનાગઢ જિલ્લાના ચાર તાલુકામાં આજે પણ સવારથી મેઘકળપા શરૂ થઈ હતી. સવારે માળીયાહાટીના તાલુકામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કેશોદ માંગરોળ અને માણાવદર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા.
સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૨૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢ શહેરમાં ચાર ઇંચ વરસાદ થયો હતો. જ્યારે માણાવદર તાલુકામાં ૨૨ મીમી, વંથલી ૫૫, ભેસાણ ૬૬, વિસાવદર ૪૮, મેંદરડા ૫૧, કેશોદ ૨૯, માંગરોળ ૧૪ અને માળીયાહાટીના તાલુકામાં ૨૫મીમી વરસાદ નોંધાયો હતો.
ગિરનાર ક્ષેત્રમાં ચાર ઇંચ વરસાદથી કાળવા, સોનરખ નદીમાં નવા નીર આવ્યા હતા અને ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.
દરમિયાન આજે પણ સોરઠમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહ્યા છે. માળીયાહાટીના તાલુકામાં ગઈકાલે એક ઇંચ વરસાદ થયા બાદ આજે સવારે ફરીથી મેઘરાજાએ મંડાણ કરતા સવારના પ્રારંભિક બે કલાકમાં વધુ ૧૯મીમી વરસાદ નોંધાયો હતો. આ જ પ્રમાણે કેશોદ માંગરોળ અને માણાવદર વિસ્તારમાં સવારે ત્રણ ત્રણ મીમી મેઘકળપા થઈ હતી. જ્યારે સોરઠના અન્ય વિસ્તારોમાં સવારથી મેઘાવી માહોલ રહ્યો હોવાથી બપોર બાદ ફરી નવેસરથી મેઘરાજા કળપા કરે એવી શકયતા જોવાઈ રહી છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
