તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
આણંદપુર ડેમ ઓવરફ્લો થતાં ચાર ગામને એલર્ટ કરાયા
જૂનાગઢમાં તળાવ દરવાજા ફાટક પર કિચડના કારણે ટ્રેન ઉભી રાખવી પડી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૭: જુનાગઢ તેમજ વિસાવદર પંથકમાં સોમવારે વરસાદ ઓજત નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. જુનાગઢ તાલુકાના આણંદપુર ગામ નજીક આવેલ આણંદપુર ડેમ પ્રથમ વરસાદથી જ ઓવરફ્લો થઈ ગયો હતો.
આ જળાશય ભરપૂર થતા આણંદપુર તેમજ વંથલી તાલુકાના રાયપુર, સુખપુર તેમજ મેંદરડા તાલુકાના નાગલપુર ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
સોમવારે જૂનાગઢમાં ચાર ઇંચ વરસાદ થતાં ઠેકઠેકાણે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાઈ ગયું હતું. શહેરમાં તળાવ દરવાજા વિસ્તારમાં ઉપરવાસમાંથી કાદવ કીચડ અને કચરો તણાઈ તળાવ દરવાજા રેલવે ફાટક પર આવી જતા મીટર ગેજ ટ્રેક પર એક દોઢ ફૂટ જેટલો કાદવ કિચડ અને કચરો જામી ગયો હતો આ સમયે વેરાવળથી જુનાગઢ આવેલી મીટર ગેજ ટ્રેનને તળાવ દરવાજા ફાટક પર રોકી દેવાની ફરજ પડી હતી ટ્રેક સાફ થયા બાદ ટ્રેન સ્ટેશન તરફ રવાના થઈ હતી.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
