તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
અમરેલી જિલ્લામાં મન મૂકીને વરસતા મેઘરાજાઃ ત્રણ થી ૧૦ ઇંચ વરસાદ
સાવરકુંડલામાં ૧૦, અમરેલી, લાઠીમાં સાત ઇંચઃ તણાઈ જતા એકનું મોત

( અરવિંદ નિર્મળ દ્વારા ) અમરેલીઃ તા.:૧૭, અમરેલી જિલ્લામાં મેઘરાજાએ સટ્ટા સટી બોલાવી હોય તેમ ૨૪ કલાક દરમિયાન સર્વત્ર અઢીથી દસ ઇંચ જેટલું વરસાદ સ્વરૂપે પાણી વરસાવી દીધું હતું અને પાણીના વહેણમાં તણાઈ જવાથી એક વળદ્ધનું મોત નીપજ્યું હતું
અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હોય તેમ સાવરકુંડલામાં ૧૦ ઇંચ ઉપરાંત લાઠી અને અમરેલીમાં સવા સાત ઉપર રાજુલા માં આઠ ઇંચ બાબરામાં સાડા પાંચ કુકાવાવ વડીયામાં ત્રણ ઇંચ કુકાવા વડીયામાં ત્રણ ઇંચ ઘારીમાં બે ખાંભામાં ચાર જાફરાબાદમાં દોઢ ઉપર અને બગસરામાં અઢી ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું અત્રે લખાઈ રહ્યું છે ત્યારે પણ અમરેલીમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે સમયસર વરસેલા અમરેલી જિલ્લામાં વરસાદ થી સર્વત્ર ખુશી વ્યાપી ગઈ છે સાવરકુંડલા પંથકમાં જાંબાળ ગામે થોરડી જવાના રસ્તે સાંજના ખેતર થી પોતાના ઘેર આવતા વળદ્ધ લાલજી હરજીભાઈ બરવાળીયા નું પાણીના વહેણમાં તણાઈ જવાથી ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું
વડીયા ના દેવળકીમાં દાઝી જતા મહિલાનું મોત
વડીયા ના દેવળકી ગામે રહેતી જયાબેન મનજીભાઈ સોંધરવા નામની વળદ્ધા સાડીના છેડે આગ લાગતા દાઝી જતા તેણીનું મોત નીપજ્યાનું વડીયા પોલીસ મથકમાં જાહેર થવા પામ્યું હતું
રાજુલાના કડીયાળી માં સર્પદંશ થી મોત
રાજુલાના કડીયાળી ગામે રહેતા કિર્તીબેન ભાવેશભાઈ ચૌહાણ નામની બાળકીનું સર્પેદંશ દેતા તેનું મોત નીપજ્યાનું રાજુલા પોલીસ મથકમાં જાહેર થતાં પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
