તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 17th June 2025
પોરબંદરમાં સવા બે ઇંચઃ રાણાવાવ-કુતિયાણા બન્નેમાં અર્ધો ઇંચઃ કાંઠે ૩ મીટર ઉછળતા મોંજા
આજે સવારે છાંટાઃ ધાબડયું વાતાવરણઃ અસહય બફારો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭: ગઇકાલે સવારે ધીમીધારે શરૂ થયેલ વરસાદ મોડી રાત્રી સુધીમાં પોરબંદરમાં સવા બે ઇંચ, રાણાવાવ અને કુતિયાણામાં અર્ધો-અર્ધો ઇંચ વરસાદ પડી ગયો હતો. દરિયાકાંઠે ૩ મીટર મોંજા ઉછળી રહયા છે. આજે સવારે છુટક છાંટા પડી રહયા છે અને ધાબળીયું વાતાવરણ અને અસહય બફારો નીકળી પડયો છે.
જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૬૯ મીમી, રાણાવાવ ૧૧ મીમી, કુતિયાણા ૧૭ મીમી એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૬ર મીમી નોંધાયો છે. ખંભાળા જળાશય ૩૯ મીમી અને ફોદારા જયાશય રપ મીમી વરસાદ નોંધાયો છે.
દરિયા કાંઠે મોંજાનું જોર વધ્યું છે ૩ મીટર મોંજા ઉછળી રહયાં છે. આ માટે મોજા દરિયાકાંઠે ભેખડને અથડાયા મોજાની છાંટ બાદ બાજુમાં ઇન્દ્રેશ્વર મંદિરના શીખર ઉપર ધજા સુધી પહોચે છે અને ધજાને ભીંજવી નાખે છે. કાંઠાની ભેખડ ઉપર અથડાયા બાદ મોંજાની છાંટથી નજીકના રોડને ભીંજવી નાખે છે.(૬.૯)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
