<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

જેતપુરમાં સિલિન્‍ડર ફાટતા આગ લાગી-મકાનની દિવાલો તૂટી પડી

 

જેતપુર, તા.૧૭: ગઈ કાલે સવારના સમયે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્‍યારે ટાકૂડીપરા વિસ્‍તારમાં રહેતા નાથાભાઇ અમીપરાના મકાનમાં એક પ્રચંડ ધડાકો થયો. જેથી વરસતા વરસાદે લોકો ઘરની બહાર દોડી આવ્‍યા અને સૌ કોઈને અમદાવાદ પ્‍લેન ક્રેશની દુર્ઘટના જેવું લાગ્‍યું હતું. જેથી સ્‍થાનિકો તરતજ ધડાકાવાળા ઘરમાં જઈને જોતા ગેસનો બાટલો ફાટયો હતો. અને ત્‍યાં આગ લાગી હતી જેથી ત્‍યાં લોકોએ તરત જે નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી ઘરમેળે આગ પર પાણીનો મારો ચલાવ્‍યો જેથી ફાયર ફાયટર આવે તે પહેલાં આગ કાબુમાં આવી ગઈ હતી.

જે રૂમમાં બાટલો ફાટયો તે પેલામાળે ભાડુઆત રહેતા હતાં તેઓએ દૂધ ગરમ કરવા મૂકી નીચે ગયા હતાં. ત્‍યારે કોઈ હાજર ન હોય બાટલો ફાટતા તેઓ સદ   નસીબે બચી ગયા અને કોઈને ઇજા પહોંચી ન હતી. પરંતુ મકાનના બીજો માળની દીવાલો ઠેરઠેરથી તૂટીને બહાર આવી ગઈ હતી. તેમજ રેલીંગ અને છજુ તૂટીને નીચે પડી ગયું હતું.

(1:56 PM IST)