તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
સુલતાનપુર પોલીસે ગૂમ થયેલ માતા-પુત્રીને શોધી કાઢી

રાજકોટ તા. ૧૭ :.. સુલતાનપુર પોલીસે ગૂમ થયેલ માતા અને પુત્રીને ગણત્રીના કલાકોમાં શોધી કાઢી હતી.
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક હિમકરસિંહ એ ગુમ થયેલ વ્યકિતને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પોલીસ ઇ. જે. એ. ખાચર તથા સ્ટાફે સુલતાનપુર પો. સ્ટે. ગુમ સુધા નં. ર-ર૦રપ ના કામે ગુમ થનાર (૧) હિરલબેન વા-ઓ. રજનીશભાઇ મનહરભાઇ ચોવટીયા ઉ.૩ર તથા (ર) મહેશ ડો-ઓ રજનીશભાઇ મનહરભાઇ ચોવટીયા (ઉ.૭) રહે. બંને સુરત, નાના વરાછા, શ્યામધામ, મન મંદિર સોસાયટી મકાન નં. ૬, સુરત મુળ રહે. મોટી કુંકાવાવ, પાંચ પીપળા, સોસાયટી, તા. વડીયા જી. અમરેલી વાળીઓને હયુમન સોર્સિસ તથા ટેકનીકલ સોર્સિસ દ્વારા તપાસ કરી ગુમ થનારને રાજકોટ શહેર ખાતેથી શોધી કાઢેલ છે.
આ કાર્યવાહી સુલતાનપુરના પો. હેઙ કો. વિજયભાઇ સરીયા, પો. કો. વિજયભાઇ ઝાપડીયા તથા મહીલા પો. કો. રેખાબેન ખીહડીયાએ કરી હતી. (પ-૧પ)
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
