તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ટંકારા તિથૅ ક્ષેત્રે ૪ દશકા બાદ જૈન સાધુનો ચાતુર્માસ પ્રવેશ
ટંકારા પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે સાધુનું ઉમળકાભેર સ્વાગત કરી ચાતુર્માસ પ્રવેશ કર્યો : ચાતુર્માસ પ્રવેશ બાદ સકલ સંધ નવકારશી યોજાઈ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૭ :ટંકારા તિર્થ ક્ષેત્રે પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં ટંકારા સકલ સંધને ચાર દશકા બાદ ચાતુર્માસ કરાવવાનો યોગ પાપ્ત થયો હોય રવિવારે શહેરના મુખ્ય માર્ગો ઉપર સામૈયા સ્વાગત સાથે શ્રી જૈન શ્ર્વે. તપગચ્છ સંધ ટંકારા ઉમળકાભેર આવકાર જોડાયો હતો.
શ્રી વાગડ સમુદાયના અધ્યાત્મયોગી ૫.પૂ.આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરિજીમ.સાના શિષ્યરત્ન ગચ્છાધિપતી આ.ભ.શ્રી કલ્પતરૂસૂરિજી મ.સાના આજ્ઞાવર્તિની પૂ.સા. શ્રી જ્યોતિદર્શનાશ્રીજી મ.સા તથા પૂ.સા.શ્રી જિનદર્શિતાશ્રીજી માસા ૫.પૂ.આ.ભ.શ્રી કલ્પતરૂસૂરિજી માસાની આજ્ઞાથી તથા ૫.પૂ.આ.ભ.શ્રી હેમપ્રભસૂરિજી મ.સાની પ્રેરણાથી ટંકારા સકલ સંઘમાં આશરે 45 વર્ષ બાદ ચાતુર્માસ માટે જૈન સંતો પધરામણી થઈ હતી. ચાતુર્માસના મુખ્ય લાભાર્થી પુન્યવંત પરિવાર પૂ. પંન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજની દિવ્ય૨મૃતિ પૂ. આચાર્ય દેવ શ્રી મનમોહનસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય દેવ શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ ની પ્રેરણાથી માતુશ્રી મણીબેન પરસોત્તમ પાનાચંદ મહેતા પરિવાર, ટંકારા વાળા રહયા છે.
ચાતુર્માસ પ્રવેશ રવિવારે સવારે 6:30 કલાકે વાજતે ગાજતે સામૈયા સાથે મોટી સંખ્યામાં જૈન જૈનેતરો ઉમટયા હતા અનંત આનંદ સાથે આધ્યાત્મિકતા માટે મથતા ને અનેરો અવસર પ્રાપ્ત થયાની ઉજવણી આવકાર આપતી વેળાએ જોવા મળી હતી ચાતુર્માસ પ્રવેશ બાદ સકલ સંધ નવકારશી યોજાઈ હતી.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
