<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ચુડા તાલુકાનું વેળાવદર ગામ સંપર્કવિહોણું બન્યું : શાળામાં ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા

કોઝવે પર પાણી ફરી વળતાં કોઝવે પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનું વેળાવદર ગામ સંપર્કવિહોણું બન્યું છે. વેળાવદર ગામ પાસે આવેલા કોઝવે પુલ પર પાણી ફરી વળતા ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

પુલની બીજી તરફ આવેલી શાળામાં ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા છે. સવારથી કોઝવે પર પાણી ફરી વળતાં કોઝવે પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે. હવે પાણીનો પ્રવાહ ઘટે ત્યારબાદ જ અવરજવર શક્ય બનશે. છેલ્લા 30 વર્ષથી દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે, વારંવાર આ મામલે કહેવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરતું નથી.

(6:38 PM IST)