તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 17th June 2025
બોટાદ અને અમરેલી જિલ્લામાંથી કુલ 120 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર : ત્રણ જિલ્લામાંથી 109 લોકોનુ રેસ્ક્યુ કરાયું
બોટાદ જિલ્લામાંથી 02 વ્યક્તિ, ભાવનગર જિલ્લામાંથી 38 અને અમરેલી જિલ્લામાંથી 69 લોકોનુ રેસ્ક્યુ કરાયું

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે, બોટાદ અને અમરેલી જિલ્લામાંથી કુલ 120 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે. જેમાં બોટાદ જિલ્લામાંથી કુલ 40 અને અમરેલી જિલ્લામાંથી કુલ 80 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા છે. જ્યારે બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી 109 લોકોનુ રેસ્ક્યુ કરાયું છે. જેમાં બોટાદ જિલ્લામાંથી 02 વ્યક્તિ, ભાવનગર જિલ્લામાંથી 38 અને અમરેલી જિલ્લામાંથી 69 લોકોનુ રેસ્ક્યુ કરાયું છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
