તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
મુળી ચોટિલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે નાયકા ડેમના 19 દરવાજા 8 ફુટ ખોલાયા
નાયકાડેમ ઓવરફલો થતા સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર શહેરી વિસ્તારમાં પસાર થતી ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધશે.

સુરેન્દ્રનગરઃ મુળી ચોટિલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે નાયકા ડેમના 19 દરવાજા 8 ફુટ ખોલાયા છે. નાયકાડેમ ઓવરફલો થતા સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર શહેરી વિસ્તારમાં પસાર થતી ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધશે. શહેરમાં આવેલા કોઝવે પર અંદાજે 6 ફુટથી 7 ફુટ પાણી વહી શકે છે. ભોગાવો નદીની આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ છે જોરાવરનગરના બન્ને કોઝવે બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે . નાયકાડેમનું ઓવરફલો પાણી અંદાજે સુરેન્દ્રનગર કોઝવે પહોચી શકે છે. હાલ અંદાજે 30 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
