<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

ભાવનગરના ચમારડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા: જેસીબી અને બોટ દ્વારા ફાયરની ટિમ દ્વારા રેસ્ક્યુની કામગીરી

વલભીપુર જતા રોડ પર ખારી નદી અને કાળુભાર નદીના પાણી, રોડ આવી જતા રસ્તો બંધ કરાયો :મગલાણા નજીક કોઝવે પર પાણી ફરી વળતા એસડીએમ ,ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં ભારે વરસાદના કારણે ખારી અને ઘેલો નદી તેમજ કાળુભાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભાવનગરથી વલભીપુર જતા રોડ પર ખારી નદી અને કાળુભાર નદીના પાણી, રોડ આવી જતા રસ્તો બંધ કરાયો છે. હાલ મગલાણા નજીક કોઝવે પર પાણી ફરી વળતા એસડીએમ ,ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. બીજીતરફ ચમારડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા હતા. જેની જાણ થતા તમામ લોકોને રેસ્ક્યુ માટે તંત્ર દ્વારા પ્રયાસો કરાયા છે. જેસીબી અને બોટ દ્વારા ફાયરની ટિમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે

 

(7:20 PM IST)