News of Tuesday, 17th June 2025
માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા-બે ફરાર, ૪ બાઈક સહીત ૮૮ હજારનો મુદમાલ કબજે.
પોલીસે ચારને ઝડપી લઈને રોકડ રૂ ૮૪૨૦ અને ૪ મોટરસાયકલ કીમત રૂ ૮૦ હજાર સહીત કુલ રૂ ૮૮,૪૨૦ નો મુદામાલ કબજે લીધો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ભાવપર ગામની તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્શોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ અને ૪ બાઈક સહીત કુલ રૂ ૮૮,૪૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે બે આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
માળિયા (મી.) પોલીસ ટીમે બાતમીને આધારે ભાવપર ગામની તળાવની પાળ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ હરિભાઈ બરબચીયા, શૈલેષભાઈ મનહરભાઈ ફૂલતરીયા, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા, મુકેશ કચરાભાઈ ફૂલતરીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૮૪૨૦ અને ૪ મોટરસાયકલ કીમત રૂ ૮૦ હજાર સહીત કુલ રૂ ૮૮,૪૨૦ નો મુદામાલ કબજે લીધો છે રેડ દરમિયાન આરોપી કાંતિભાઈ ધરમશીભાઈ સરડવા અને અલ્પેશ ઉર્ફે બુગી કેશુભાઈ કલોલા બંને નાસી ગયા હતા જેથી વધુ તપાસ ચલાવી છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
