તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Tuesday, 17th June 2025
માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા.
મસ્જીદ પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્શોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૯,૦૦૦ જપ્ત કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ખીરઈ ગામે ગોસિયા મસ્જીદ પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્શોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૯,૦૦૦ જપ્ત કરી છે.
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીરઈ ગામમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા અકબર હબીબ સામતાણી, અસ્લમ રાસંગ સામતાણી, હાજી દાઉદ ભટ્ટી, હસન ઉમર સંધવાણી, રમજાન ઇશા જેડા, મુસ્તાક કરીમ મોવર, રહીમ હરભમ મોવર અને સિકંદર ગુલામ સામતાણી એમ કુલ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧૯,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
