તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
વાંકાનેર પંથકમાં પોણા પાંચ ઇચ ખેડૂતો ખુશખુશાલઃ મચ્છુ ડેમ-૧માં ૩ ફુટની આવક

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૮ :.. વાંકાનેર તથા તાલુકાભરમાં છેલ્લા ચોવીસ કલાકથી અવીરત વરસી રહેલ વરસાદથી શહેરમાં પોણા પાંચ ઇંચ તથા તાલુકાના અમુક ગામોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડી ગયાનું જાણવા મળી રહ્યું છે.
જયારે તાલુકાના અનેક ગામોના ચેક ડેમો ઓવરફલો થઇ ગયા છે. ત્યારે ઉપરવાસમાં સારા વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી તથા પતાળીયા નદીમાં બેકાંઠે પુર આવતા પ્રથમ વરસાદે નદી આવતા શહેરીજનો પુરના પાણી જોવા ઉમટી પડયા હતાં.
મચ્છુ ડેમ-૧ સાઇડ પર ૧પ૮ મી. મી. વરસાદ એટલે કે સવા છ ઇંચથી વધુ વરસાદ પડી જતા મચ્છુ ડેમ-૧ માં ૩.પ (ત્રણ ફુટથી વધુ) પાણીની આવક થતા હાલ ૪૯ ફુટની ઉંડાઇ ધરાવતા મચ્છુ ડેમ-૧ માં ૩૧.૬૩ સપાટી પર પહોંચી ગયેલ છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
