તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકો ફસાયા:અલગ અલગ સ્થળોએથી 49 લોકોનું રેસ્ક્યુ
ઉમરાળાના ગોલરામા માંથી 20 લોકોને તળાજા ફાયરની ટીમ, વલ્લભીપુરના ચમારડીમાંથી 14 તેમજ વલ્લભીપુર શહેરમાંથી 2 અને સિહોરના ડંભાળીયા-પાલડી રોડ પાસે ફસાયેલ 9 અને મંગરાળામાંથી 4 લોકોને પાલિકા ભાવનગરની 2 ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા

ભાવનગર જિલ્લામાં ડિઝાસ્ટર ટીમ, તાલુકા વહીવટીતંત્ર મહાનગરપાલીકાની ફાયરની ટીમ તેમજ નગરપાલિકા તળાજાની ફાયર ટીમ સતત ખડેપગે રહીને ભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
ઉમરાળાના ગોલરામા માંથી 20 લોકોને નગરપાલિકા તળાજા ફાયરની ટીમ, વલ્લભીપુરના ચમારડી માંથી 14 તેમજ વલ્લભીપુર શહેરમાંથી 2 અને સિહોરના ડંભાળીયા-પાલડી રોડ પાસે ફસાયેલ 9 અને મંગરાળામાંથી 4 લોકોને મહાનગરપાલિકા ભાવનગરની 2 ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
આ ઉપરાંત રાત્રીના સમયે શિહોરમાં પાલડી ડંભાળિયા રોડ પર 49 લોકો ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હતા જેમાંથી 40 લોકો પોતાની રીતે સલામત સ્થળે આવી ગયા હતા જ્યારે 9 લોકોને મહાનગરપાલિકા ભાવનગરની ટીમ તેમજ એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
