તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
ધોરાજીમાં બાળકીની હત્યા કરનાર ૨૫ વર્ષથી ફરાર મહિલાને પોલીસે વડોદરાથી ઝડપી લીધીઃ આજીવન કેદની સજા બાદ બાળકોને પણ મળી હતી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૮:- ધોરાજીમાં ભાદર કોલોની ઇરીગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ ૧૯૯૯ માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તા ના ઘા જીકી હત્યા કરી લાંશ કોથળામાં ભરી બહાર ફેંકી દીધેલ . જે ક્રૂર ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી જો કે આ મહિલા છેલ્લા ૨૫ વર્ષથી નાસતી ફરતી હતી.
વર્ષો થી ભાગેડું જાહેર થયેલ મહિલા અરુણા ને સજા થયા બાદ ઝડપી લેવા એએસપી સિમરન ભારદ્વાજ અને સીટી પીઆઈ કે એસ ગરચર દ્વારા ટીમ બનાવવામાં આવેલ ડી. સ્ટાફના પી. કે. શામળા અને સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ મારફતે આરોપી મહિલાને બરોડા થી ઝડપી લીધી હતી.
૧૯૯૯ ના અરસાથી આ કામના આરોપી અરુણા ઉર્ફે અનિતા નાસ્તા ફરતા હતા. તેમના પતિ રાજેશ દેવમુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા તે છેલ્લા ત્રણ વર્ષથી નિવળત્ત થયા છે. રાજેશ દેવમોરારી અને અરુણાબેન ના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા. માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનોનો પણ કયારેય સંપર્ક કરેલો ન હતો. વડોદરામાં અનિતા બ્યુટી પાર્લર ના નામથી આ આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા.
ધોરાજી પોલીસ ચહેરા નિશાન પત્રક, ને સાથે રાખી અને પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા અને ત્યાંથી ખરાઈ કરવામાં આવી કે નાસ્તા ફરતા આરોપી અરુણા ઉર્કે અનિતા આજ છે. તેઓ વડોદરામાં અન્ય શખ્સ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગેલ અને આ સંબંધથી પણ તેમને બે દીકરીઓ હતી. આ તમામ તપાસના અંતે ફરિયાદી ગિરધરભાઈ કોઠીયા તથા આરોપી અરુણા ઉર્ફે અનિતાના પતિ રાજેશ દેવમુરારી એ પણ ખરાઈ કરી આપી કે આ તે જ વ્યક્તિ છે. તને પોલીસે આજીવન કેદની સજા નું વોરંટ ચાલુ હોય આરોપીની ધરપકડ કરી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખ સમક્ષ આ આરોપીને રજુ કરેલા. જેલ વોરંટ કરી અને આજીવન કેદની સજા ભોગવવા આરોપીને જેલમાં મોકલી આપેલ.(૩૮.૨૧)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
