તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
વઢવાણના નીચાણવાળા વિસ્તારોમાંથી 46 જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડાયા : લાડકીબાઈ કન્યા શાળામાં સ્થળાંતર
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોજન સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરાઈ

સુરેન્દ્રનગર : આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. જે સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે કાર્ય કરી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે વઢવાણના નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 46 જેટલાં લોકોનું લાડકીબાઈ કન્યા શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોજન સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં અવર-જવર ન કરવા તથા માલમિલકતને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નાના પૂલો, નાાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
