<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

લાઠીદડની દુર્ઘટનામાં ત્રીજો મૃતદેહ મળી આવ્યો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. 18 : બે દિવસ પહેલા લાઠીદડ ગામે ઈકો કાર પાણીમાં તણાઈ હતી તેમાં બેઠેલા મૂળ ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામના અને હાલ લાઠીદડ રહેતા નીતાબેન મહેશભાઈ મહાલીયા ઉં.વર્ષ 50 નો મૃતદેહ મળી આવ્યો છે.

ઉલ્લેખની છે તે કુલ સાત વ્યક્તિઓ ગુમ છે તેમાંથી વિછીયા રહેતા સાસુ વહુના મૃતદેહ કાલ મળી આવ્યા હતા જ્યારે નીતાબેનનો મૃતદેહ આજે મળી આવ્યો છે હજુ પણ ચાર વ્યક્તિઓ લાપતા હોય તેમને શોધવાની પ્રક્રિયાઓ તંત્ર દ્વારા ચાલુ છે.

(1:20 PM IST)