<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

હવે વિસાવદરમાં કોંગ્રેસને ફરી પાછી લાવો...

આ વિસાવદરની છે વાણી,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

જન-જનની છે કહાણી,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

ભુંડી ભાજપની ગેંગને હરાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

ગરીબ, ગામડા અને ખેડૂતને બચાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

અઢારેય વર્ણના અધિકાર આગળ ધપાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

બાબા સાહેબનુ સંવિધાન બચાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

સરદાર પટેલનુ સ્‍વાભિમાન બચાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

આપણા સ્‍થાનિક ઉમેદવારને જીતાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

ઉભી પુછડીયે આયાતીને ભગાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

સદભાવ-સમાનતાના બીજ વવડાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

આપ અને ભાજપ બેઈને ભગાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

ભ્રષ્ટાચારી ભાજપને ભૂંડાઈથી હરાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

ખેત-ઉપજ ઉપરના કરવેરા હટાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

સસ્‍તા ખાતર-બિયારણ અને દવા વાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

ઈકો-ઝોન સામે સૌ અવાજ ઉઠાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

સરળ અને સસ્‍તા ખેત ધિરાણ ઉઠાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

બી.પી.એલ. યાદીમા નવા નામ ઉમેરાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

૧૦૦ વારના મફત પ્‍લોટનો લાભ ઉઠાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

ધરના ધરનુ સપનુ સાકાર બનાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

બાળકને મફતમા નિશાળે ભણાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

સરકારી દવાખાને મફત સારવાર કરાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

સરકારી ભરતીના દરવાજા ખોલાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

બહેનોને મોંધવારીના મારથી બચાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

મંદીથી વેપાર-ધંધાને મુક્‍તિ અપાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

જી.એસ.ટી.ની ઝંઝટથી મુક્‍તિ અપાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

કર આતંકવાદથી સૌને બચાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

બેરોજગારની જનેતા સરકારને હરાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

દારુ- ડ્રગ્‍સ માફિયાની દુકાન બંધ કરાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

પેપર ફોડ સરકારને સબક શિખડાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

ગામના પાદરે સરકારી બસ શરુ કરાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

નકલી નેતા અને નમાલી સરકારને નમાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

નકલી પાર્ટી અને નકલી પ્રચારને ઠુકરાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

બની બેઠેલા નકલી સરદારોને,

આજ એની હેસીયત બતાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

સાવરણાની સૌ સળી તોડાવો,

અને કાદવમાં કમળને કચડાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

આયાતી નહી, પારકો નહી,

આપણો પોતીકો ઉમેદવાર જીતાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

અહંકારીઓને ભાનમા લાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

નાભીનુ સૌ નિશાન તકાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો

માત્ર પંજાનુ બટન દબાવો,

હવે કોંગ્રેસને ફરી પાછી લાવો.

- પરેશભાઈ ધાનાણી

(ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા, અમરેલીના પૂર્વ ધારાસભ્‍ય, કોંગ્રેસના અડીખમ નેતાએ સોશિયલ મીડિયા ઉપર આ કવિતા શેર કરી છે)

(1:29 PM IST)