News of Wednesday, 18th June 2025
ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર - કચ્છમાં 1181 ફીડર બંધ થતા 167 ગામોમાં અંધારપટ્ટ : PGVCLની ટીમ ફિલ્ડમાં
ભાવનગરમાં 74, મોરબીમાં 26, અમરેલીમાં 20 ગામોમાં અંધારપટ: રાજકોટ ગ્રામ્યમાં એગ્રીકલ્ચરના 90 ફીડર બંધ તો 60 વીજપોલ ડેમેજ થયા : મોરબીમાં 26 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો જ્યારે 19 વીજપોલ ડેમેજ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને પગલે વીજળી ગૂલ થયાની અને ફરિયાદો સામે આવી છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં 167 ગામોમાં 1181 ફીડર બંધ થતા વીજળી ગૂલ થઇ ગઈ હતી.
વીજ પૂરવઠો ખોરવાઈ જતા PGVCLની ટીમ ફિલ્ડમાં ઉતરી છે અને વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટેના પ્રયાસો કરી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમા વીજપોલ ડેમેજ થઈ ગયા છે, જ્યારે 23 TC ડેમેજ થઈ ગયા છે અને 1181 ફીડર બંધ હોવાનું સામે આવ્યું છે. જેમાં વરસાદને કારણે ભાવનગરમાં 74, મોરબીમાં 26, અમરેલીમાં 20 ગામોમાં અંધારપટ છવાઇ ગયો છે.
રાજકોટ ગ્રામ્યમાં એગ્રીકલ્ચરના 90 ફીડર બંધ થઈ ગયા તો 60 વીજપોલ ડેમેજ થયા છે. આ ઉપરાંત મોરબીમાં 26 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જ્યારે 19 વીજપોલ ડેમેજ થયા છે. જ્યારે ભાવનગરમાં ભારે વરસાદને કારણે 74 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે, જ્યારે 174 વીજપોલ ડેમેજ થયા છે.
મોરબીમાં 26, જામનગરમાં 2, અંજારમાં 13, બોટાદમાં 11, અમરેલીમાં 20 અને સુરેન્દ્રનગરમાં 21 ગામોમાં વીજ પૂરવઠો ખોવાઈ ગયો છે. કુલ 167 ગામોમાં અંધારપટ છવાયો છે તો 545 વીજ પોલ ડેમેજ થયા છે. જ્યારે 23 ટિસી ડેમેજ થયા છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
