હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હળવદમાં કાલે પૂ.જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજનું આગમન
દ્વારકા શારદા પીઠાધીશ્વર પૂ.સદાનંદ સરસ્વતીજી મહારાજ વિરાટ સનાતની હિનદુ સંમેલન સંબોધશે : ત્રણ દિવસ રોકાશે

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૯: દ્વારકા શારદા પિઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય જી મહારાજ સ્વામી પરમ પૂજ્ય શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે તારીખ ૨૦ જૂને હળવદ પધારી રહ્યા છે. તેઓ ૨૦ મી એ સાંજે હળવદ પધારશે. જ્યાં હાઈવે ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવા મા આવશે. ત્યાર બાદ તારીખ ૨૧ જૂન ના રોજ બપોરે ૪:૩૦ કલાકે ગાયત્રી મંદિર, બ્રાહ્મણની ભોજનશાળા ખાતે સામૈયું થશે અને ત્યાં થી વાજતે ગાજતે ભાવિક ભક્તો શિશુ મંદિર, સરા રોડ ખાતે જશે ત્યાં સાંજે ૬ વાગ્યે ધર્મ સભા નું આયોજન કરવામા આવ્યું છે. જ્યાં પ. પૂ.ગુરુજી વિરાટ સનાતન સભાનું સંબોધન કરશે. આ ધર્મ સભા માટે સમિતિના સદસ્યો દ્વારા શેરીઓ, સોસાયટીઓ, વિવિધ મંડળો, ગ્રામ્ય વિસ્તારમાં બેઠક કરીને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અને પધારવા નિમંત્રણ પાઠવી રહ્યા છે. તારીખ ૨૨ જૂનના બપોર બાદ તેઓ હળવદથી પ્રસ્થાન કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
