<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

મેઘરાજાએ ખમૈયા કર્યા પરંતુ પોરબંદરના સોરઠીમાં એક રાતમાં ૧૧ાા ફુટ નવુ પાણી આવ્‍યું: ભાદરમાં ૦.૨૬નો વધારો

રાજકોટના લાલપરીમાં પોણો ફુટનો વધારોઃ મચ્‍છુ-ર, બ્રાહ્મણી, ધોડાધ્રોઇમાં નોંધપાત્ર આવક

 

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ સતત ત્રીજા દિવસે અનેક ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

પોરબંદરના અત્‍યંત મહત્‍વના એવા સોરઠી ડેમમાં એક રાતમાં ૧૧ાા ફુટ નવા પાણીની જોરદાર આવક થઇ છે, ડેમ તળીયા ઝાટક હતો, હવે ડેડવોટર બુરાયું છે, અને જીવંત સપાટી હાલ ૧ ફુટ થઇ છે.

આ ઉપરાંત જેતપુર નજીકના ૦.૨૬ ફુટનો વધારો થયો છે, હાલની જીવંત સપાટી ૨૩ ફુટે પહોંચી છે, આ ઉપરાંત રાજકોટના લાલપરીમાં પોણો ફુટ નવુ પાણી આવતા હાલની સપાટી ૧૧.૪૦ ફુટે પહોંચી છે. રાજકોટના આજી-૩માં ૦.૩૩, ન્‍યારી-૧માં ૦.૭૬, ભાદર-ર ૦.૪૯, ઘેલા સોમનાથમાં ૩ાા ફુટ, નવુ પાણી મેઘરાજાએ ઠાલવ્‍યુ હતું. મેઘરાજા મોરબી જીલ્લા ઉપર પણ મહેરબાન છે, સતત ત્રીજા દિવસે મચ્‍છુ-૧માં ૦.૬૬, મચ્‍છુ-ર માં ૨.૮૯,  ધોડોધ્રોઇ- ૧.૫૧, બ્રાહ્મણી-૧.૨૧, બ્રાહ્મણી-૦.૩૩,  ફલકુમાં ૦.૧૬ અને મોરસલ ડેમમાં ૩.૨૮ ફુટનો વધારો નોંધાયો છે.(૨.૧૦)

(10:51 AM IST)