<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

જસદણ તાલુકાના શાંતિનગર ગામે બળદે ઢીક મારતા ખેડૂતનું કરુણ મોત

 

જસદણ, તા.૧૯: જસદણ તાલુકાના શાંતિનગર ગામે બળદે ખેડૂતને ઢીક મારતા તેનું કરુણ મોત નિપજ્‍યું હતું.

આ બનાવ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાના શાંતિનગર ગામે વાડી વિસ્‍તારમાં ખેડૂત વલ્લભભાઈ જેમાભાઈ ગોહિલ (ઉંમર વર્ષ ૫૩) એ  સારો વરસાદ થતા ગઈકાલે વાવણી કાર્ય શરૂ કર્યું હતું. વાવણી કરવા માટે તેમણે તેમની વાડીએ પોતાના બાંધેલા બળદને છોડતા બળદે વલ્લભભાઈ ગોહિલને ઢીક મારી હતી. આથી વલ્લભભાઈને ગંભીર ઈજા થતાં તેને પ્રથમ જસદણ અને ત્‍યાર બાદ રાજકોટ હોસ્‍પિટલે રીફર કરવામાં આવ્‍યા હતા. જોકે રાજકોટ પહોંચે તે પહેલા જ સરધાર નજીક એમ્‍બ્‍યુલન્‍સમાં જ તેનું કરુણ મોત નીપજ્‍યું હતું મળત્‍યુ પામનાર વલ્લભભાઈને સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. એક પુત્ર પરણિત છે તથા એક પુત્ર અપરણિત છે. ખેતરમાં વાવણી કાર્ય દરમિયાન અચાનક જ આ દુર્ઘટના બનતા અને કોળી પ્રૌઢનું મોત નીપજતા નાનકડા શાંતિનગર ગામમાં અરેરાટી ફેલાઈ છે. તેમના મળતદેહનું સિવિલ હોસ્‍પિટલ ખાતે પીએમ કરવામાં આવ્‍યું હતું. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:04 AM IST)