હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લંડનમાં શિવકથા માટે પૂ. ગીરીબાપુ સાથે સોમનાથના સેવાભાવી સહિતના રવાના

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૯ :.. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ, મહાદેવ મંદિર ટ્રસ્ટના કર્મચારી અને પરમ શિવભકત એવા દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી જીતુપુરી ગોસ્વામી બાપુ આંતરરાષ્ટ્રીય કથાકાર ગીરીબાપુ સાથે એક મહિના સુધી લંડનમાં જુદા જુદા શહેરોમાં યોજાનારી શિવકથા શ્રવણ અર્થે પૂજય ગીરીબાપુના ખાસ નિમંત્રણથી તેની સાથે પ્રસ્થાન કર્યુ છે.
છેલ્લા ૩૦ વરસથી સોમનાથ મંદિરે સેવા આપતા તેઓ આ અગાઉ ગીરીબાપુ સાથે કૈલાસ માનસરોવર યાત્રા કથામાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ હતું.
પોરબંદર પાસેના કુછડી ગામના વતની એવા તેઓ સેવાભાવ માટે જાણીતા છે.
તાજેતરની વિમાની દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન ફલાઇટ રદ થયેલ હતી. જે ફરી પૂર્વવત થતાં એ પ્રથમ હતી જે ફરી પૂર્વવત થતાં એ પ્રથમ ફલાઇટમાં જ વાયા દૂબઇ કથાકાર પૂજય ગીરીબાપુ સાથે જીતુપુરીબાપુએ પ્રસ્થાન કર્યુ અને સૌએ જય સોમનાથ નારા સાથે ભવ્ય વિદાય શુભેચ્છાઓ આપી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
