<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ગારીયાધારનો આરોપી ભૂજમાં ઝડપાયો

 

ભૂજ, લોકલ ક્રાઇમ બ્રાન્‍ય પヘમિ કચ્‍છ-ભુજના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર એચ.આર.જેઠી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર જે.બી.જાદવ માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ ધર્મેન્‍દ્રભાઇ રાવલ, રણજીતસિંહ જાડેજા તથા દિવ્‍યરાજસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. જયદેવસિંહ જાડેજા તપાસમાં હતા દરમ્‍યાન હકીકત મળેલ કે ગારીયાધાર પોલીસ સ્‍ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૪૫/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) મુજબના ગુના કામે કોર્ટ ગારીયાધારના કામે સતત છેલ્લા ત્રણ વર્ષથી ગેરહાજર રહી નાસતા ફરતા આરોપી હસન આમદ સમા રહે નવાવાસ, ખાવડા, તા.ભુજ વાળો હાલે ખારી નદી ચાર રસ્‍તા પાસે ચા ની હોટલ ઉપર હાજર છે જે અન્‍વયે વર્ક આઉટ કરી તપાસ કરતા હસ્‍તગત કરી આ અંગે ગારીયધાર પો.સ્‍ટે. જી.અમરેલી ખાતે જાણ કરી આરોપીને ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોપવામાં આવેલ

(1:38 PM IST)