હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
PIT NDPSના કાયદા હેઠળ ગોંડલના કમલેશભાઇ ભાયાણીને જેલમાં ધકેલાયો
રૂરલ એસઓજીએ વોરંટની બજવણી કરી કમલેશને સુરત જેલમાં ધકેલી દિધો

રાજકોટ તા. ૧૯ :.. પી. આઇ. ટી. એન. ડી. પી. એસ.ના કાયદા હેઠળ ગોંડલના શખ્સને સુરત જેલમાં ધકેલી દેવાયો હતો.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પી. આઇ. ટી. એન. ડી. પી. એસ. કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ રાજકોટ ગ્રામ્ય દ્વારા સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક સા. સી. આઇ. ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય, ગાંધીનગરનાઓ દ્વારા એનડીપીએસ-એસીટી-૧૯૮પ તથા એનડીપીએસ-એસીટી-૧૯૮૮ હેઠળ કાર્યવાહી કરવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને રૂરલ પોલીસ એસઓજી દ્વારા કમલેશ ઉર્ફે ડોકટર-સ.-ઓ. મુળજીભાઇ ભાયાણી, રહે. ગોંડલ પુનીતનગર, તુલસી ટાવરની બાજુમાં મણીધર કૃપા, તા. ગોંડલ સામે પી.આઇ. ટી.એનડીપીએસ દરખાસ્ત કરી પોલીસ મહા નિર્દેશક સીઆઇડી ક્રાઇમને મોકલાતા વોરંટ ઇસ્યુ કરતા રૂરલ એસઓજી કમલેશને પકડી પાડી સુરત જેલમાં ધકેલી દિધો હતો. કમલેશ સામે ગોંડલ પોલીસ મથકમાં એનડીપીએસનો અગાઉ ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરી રૂરલ એસઓજી શાખાના પો. ઇ. એફ. એ. પારગી, પો. સ. ઇ. કે. એમ. ચાવડા તથા પી. બી. મિશ્રા, પો. હેડ કો. શિવરાજભાઇ ખાચર, મયુરભાઇ વિરડા, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, વિરરાજભાઇ ધાધલ, પો. કો. વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહીલ, રામદેવસિંહ ઝાલા તથા ડ્રા. એ. એસ. આઇ. અમુભાઇ વિરડા દ્વારા કરવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
