<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

પ્લેન દુર્ઘટનામા જામનગરના NRI દંપતીના DNA ટેસ્ટ બાદ જામનગરમાં અંતિમયાત્રા

શૈલેષભાઈ પરમાર અને નેહલબેન પરમારની અંતિમયાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, મેયર, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં જામનગરવાસીઓ જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : અમદાવાદ પ્લેન દુર્ઘટનામા જામનગરના NRI દંપત્તિનું મોત થયું હતું.જામનગરના દંપતીના DNA ટેસ્ટ બાદ મૃતદેહ જામનગર લાવવામાં આવ્યા હતા.મૃતક દંપતિની જામનગરમાં  અંતિમયાત્રા નીકળી હતી.શૈલેષભાઈ પરમાર અને નેહલબેન પરમાર ની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ જોડાયા હતા.અંતિમ યાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, મેયર, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(11:51 AM IST)