<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

શાપરમાં ચાર વર્ષનો રૂહાન રમતાં રમતાં પહેલા માળેથી પટકાયોઃ મોત

માસુમ બાળકને માથામાં ઇજા થતાં રાજકોટ ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૯: બાળકો રમતાં રમતાં ઘણીવાર મુશીબતને નોતરી લેતાં હોય છે. ઘણીવાર રમત રમતમાં મોત પણ મળતું હોય છે. શાપર વેરાવળમાં આવા જ એક બનાવમાં  ચાર વર્ષના બાળકનું રમતી વખતે પહેલા માળેથી પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ શાપર વેરાવળમાં મામદેવના મંદિર પાસે ગંગેશ્વર ગેઇટ નજીક રહેતાં મોશીદ ખાનનો દિકરો રૂહાન (ઉ.વ.૪) સાંજે ઘરે પહેલા માળે રમતો હતો ત્‍યારે અકસ્‍માતે નીચે પટકાતાં માથા, શરીરે ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તબિબોએ તેનો જીવ બચાવવા ભારે પ્રયાસ કર્યા હતાં. પરંતુ મોડી રાતે રૂહાનનું મોત થયું હતું. લાડકવાયાના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો.

મૃત્‍યુ પામનાર રૂહાન ત્રણ ભાઇમાં વચેટ હતો. તેના પિતા મોશીદ ખાન કારખાનામાં મજૂરી કરે છે. આ પરિવાર મુળ યુપીનો વતની છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહે જાણ કરતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.

(12:01 PM IST)