હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૨.૧૦ ટકા મતદાન : ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની લાઈનો : મતદાન વધુ થવાના અણસાર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૯: વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થયુ છે. મતદારોની લાંબી લાઈનો લાગી છે.
સુત્રોમાંથી પ્રાપ્ય વિગતો અનુસાર સવારે ૯ વાગ્યા સુધીમાં વિસાવદરમાં ૧૨.૧૦ ટકા મતદાન થયુ છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની લાઈન લાગી છે. ખેતી-વાવણીનુ કામ હોય, વરસાદી વાતાવરણ હોય, ખેડૂત મતદારો સવારથી જ મતદાનનુ કાર્ય આટોપી પવિત્ર ફરજ બજાવી રહ્યા છે.
સવારના ૭થી ૯ દરમિયાન માત્ર ૨ કલાકમાં ૧૨.૧૦ ટકા મતદાન નોંધાતા મતદાન વધુ પ્રમાણમાં થવાના અણસાર દેખાઈ રહ્યા છે.
વિસાવદરના ૮૦ વર્ષના દાદાએ મતદાનની પવિત્ર ફરજઅદા કરી
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ૮૦ વર્ષના દાદા શ્રી વિનુભાઈ ભટ્ટીએ વિસાવદર ખાતેની સરકારી હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક પર મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે કહ્યું કે, લોકશાહીમાં મત અધિકારનો અચૂકથી ઉપયોગ કરવો જોઈએ, તેમણે મતદાન માટે પણ અહીં ખૂબ સારી સુવિધાઓ હોવાની પણ જણાવ્યું હતું.
ફર્સ્ટ ટાઈમ વોટર માંગરોળીયા પ્રિયાંશી કહે છે, લોકશાહીમાં જન પ્રતિનિધિ ચૂંટવાની તક મળે છે : ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ફર્સ્ટ ટાઈમ વોટર પ્રિયાંશી માંગરોળીયાએ ભારે ઉત્સાહ સાથે પ્રથમ વખત મત અધિકારનો ઉપયોગ કરતા કહ્યું હતું કે, શાહીમાં જન પ્રતિનિધિ ચૂંટવાની તક મળે છે, જેથી દરેક નાગરિકોએ પોતાના મતાધિકારનો અચૂકથી ઉપયોગ કરવો જોઈએ. તેમણે ખાસ લોકશાહી માટે મતદાન જરૂરી છે તે જ રીતે પર્યાવરણ માટે વળક્ષારોપણ આવશ્યક છે. તેમ પણ જણાવ્યું હતું. તેમણે મતદાન માટેની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થયેલી સુવિધાઓની પણ સરાહના કરી હતી.
વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં મતદાન
મથકો પર મતદારો માટે મોબાઈલ
જમા કરવાની સુચારું વ્યવસ્થા
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો માટે એક ખાસ સુવિધા રાખવામાં આવી છે, મતદારો મતદાન કરવા પહોંચે ત્યારે મોબાઈલ જમા કરવા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મતદારોને બીએલઓ અને સ્વયંસેવકો દ્વારા જરૂરી માર્ગદર્શન સાથે તેમનો સલામત રીતે મોબાઈલ જમા લેવામાં આવે છે. આ માટે ખાસ દરેક મતદાન મથક પર મોબાઈલ હોલ્ડર મૂકવામાં આવ્યા છે. સ્વયંસેવકો મતદારાનો મોબાઈલ લઇ મોબાઈલ હોલ્ડરમાં રાખી દે છે અને મોબાઈલના બદલામાં મતદારોને એક ટોકન આપવામાં આવે છે. આમ, જ્યારે મતદાર મતદાન કરીને પરત ફરે ત્યારે ટોકન લઈને સુરક્ષિત રીતે મતદારનો મોબાઇલ પરત કરવામાં આવે છે. ચૂંટણી પંચના નિર્દેશો મુજબ જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને અગવડતા ન પડે તે માટે મોબાઈલ જમા કરવા માટેની વ્યવસ્થાઓ ગોઠવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
