<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વીજ તંત્રે ગતિ પકડીઃ ૯ર૪ માંથી ૪૬૦ ફીડરો શરૂ કરી દેવાયાઃ તમામ ગામોમાં વીજ પુરવઠો કાર્યાન્‍વીત

ર૪ કલાક કામગીરીઃ ૧૮૦૦ થાંભલા રીસ્‍ટોર કરવા-૮૪ ટીસી બદલવા સવારથી દોડધામ

રાજકોટ તા. ૧૯ :.. છેલ્લા ૪ દિવસથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે વીજ તંત્રને ભારે નુકશાન થયું હતું. ૧ર૦૦ જેટલા ફીડરો બંધ હતા. પરંતુ હવે તંત્રે ગતિ પકડી છે, અને રાઉન્‍ડ ધ કલોક ટીમો દ્વારા કામગીરી શરૂ થતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ ગામોમાં વીજ પુરવઠો કાર્યાન્‍વીત કરી દેવાયો છે, હવે માત્ર ૪પ૦ ફીડરો બંધ છે, ૪૬ર ફીડરો ફરી શરૂ કરી દેવાયા છે. જયારે ૧૮૦૦ જેટલા થાંભલા પડી ગયા છે તે રીસ્‍ટોર કરાઇ રહ્યા છે, તંત્ર આગામી ૪૮ કલાકમાં ૮૪ ટીસી પણ બદલાવશે તેમ જાહેર કરાયું છે.

છેલ્લા ૩-૪ દિવસમાં સૌરાષ્‍ટ્રમાં આવેલ ભારે વરસાદને કારણે ઘણા ગામોમાં વીજ વિક્ષેપ સર્જાયેલ. ગઇકાલે સાંજે કુલ ૯ર૪ ફીડર બંધ હતા જેમાં જેજીવાયના ૬ ફીડર જયારે એગ્રીકલ્‍ચરના ૯૧૬ ફીડર બંધ હોય પીજીવીસીએલ.ની ટેકનિકલ ટીમોએ ત્‍વરીત કામગીરી હાથ પર ધરીને આજે સવારે સુધીમાં કુલ ૪પ૯ ફીડર શરૂ કરી આપેલ છે. જેજીવાયના બધા જ ફીડરમાં પાવર રિસ્‍ટોર કરી આપેલ છે. જયારે કાલે સાંજે ૩૧ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ તેમાં ર૮ ગામોમાં વીજ પુરવઠો પ્રસ્‍થાપિત કરી આપેલ છે. હાલ પણ વીજ પુરવઠો કાયમ કરવાની કામગીરી ચાલુ હોવાનું ઉમેરાયું છે.

(12:07 PM IST)