<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

કુસ્‍તી વર્લ્‍ડકપમાં ધોરાજીના સુપેડી ગામના હીરપરા રૂદ્ર સીલ્‍વર મેડલ જીત્‍યો

 

રાજકોટઃ સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જુનાગઢના ઝફર મેદાનમાં ખેલાડીઓ માટે બનાવવામાં આવેલ સ્‍પોર્ટસ સંકુલમાં પ્રેકિટસ કરતા છાત્રએ સિલવર મેડલ અપાવ્‍યો છે. કઝાકિસ્‍તાનમાં ૧ર થી ૧પ જુન સુધી ગ્રેમ્‍પલિંગ કુસ્‍તી વલ્‍ડ કપ ર૦રપ નું આયોજન કરવામાં આવ્‍યું હતું આ વલ્‍ડ કપમાં પ્રથમ વખત જુનાગઢના ચાપરડા ખાતે આવેલ સ્‍પોર્ટસ શાળામાં પ્રેકિટસ કરતા ધોરાજીનાં સુપેડી ગામના હીરપરા રૂદ્રએ અંડર ૧૭ માં અનુક્રમે પ૬ કિલોમાં આ કારનામા કરી સિલ્‍વર મોડલ મેળવી શહેર અને પરિવારસાથે દેશનું નામ રોશન કર્યુ છે. આ છાત્ર રાજકોટથી ચાપરડા ખાતે આવેલી શાળામાં સિલેકટ થયો છે. આનો ખર્ચો રાજય સરકારની સ્‍પોર્ટસ ઓથોરિટી ઉપાડતી હતી. તેમના મો. ૯૭૨૫૨ ૮૫૪૩૩ પર અભિનંદનની વર્ષા વરસી રહી છે.

(1:39 PM IST)