<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વિસાવદરમાં ૧૧ વાગ્‍યા સુધીમાં ૨૮.૧૫ ટકા મતદાનઃ ૭૩૫૧૨ મતદારોએ મતદાન કર્યુઃ ગામડે ગામડે મતદારોની જબરી લાઈનોઃ વિછાવડ-ડુંગરપુરમાં હોબાળો

વિસાવદર તાલુકાના વિછાવડમાં બબાલઃ ‘‘આપ''ના એજન્‍ટનો આક્ષેપ, ‘‘અમારું ટેબલ ફેંકી દીધું''

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯:  વિસાવદરના વિછાવડ ગામમાં ૧૦૦ મીટરની ત્રિજ્‍યામાં ટેબલ રાખવા મામલે ભાજપે બબાલ કરી હોવાના આમ આદમી પાર્ટીના એજન્‍ટે આક્ષેપો કર્યા છે. પોલીસ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી. વિસાવદરના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે આનંદપુર ગામે કર્યું મતદાન વિસાવદરના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલનો ૨૫,૦૦૦થી વધુ મતોથી જીતવાનો વિશ્વાસ. વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે આણંદપુર ગામે પોતાનો મત આપ્‍યા બાદ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો કે તેઓ ૨૫,૦૦૦થી વધુ મતોની સરસાઈથી જીતશે. તેમણે જણાવ્‍યું કે આ ચૂંટણી વિકાસના એજન્‍ડા પર આધારિત છે અને તેમનો ઉદ્દેશ્‍ય આગામી ૮૦૦ દિવસમાં વિસાવદરમાં રૂ.૧૦૦૦ કરોડના વિકાસ કાર્યો સ્‍થાપિત કરવાનો છે. કિરીટ પટેલે દાવો કર્યો કે વિસાવદરના લોકો ઉત્‍સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને હવે નકારાત્‍મક રાજકારણને નકારી રહ્યા છે, જેનો મતદારો યોગ્‍ય જવાબ આપશે. વિસાવદરના પૂર્વ ધારાસભ્‍ય ભૂપત ભાયાણીએ મતદાન કર્યુ હતુ. ગોપાલ ઇટાલીયાનો  ચોંકાવનારો આક્ષેપ ‘‘ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મતદાન કેન્‍દ્રની અંદર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે અને આખું સરકારી તંત્ર ધળતરાષ્‍ટ્રની જેમ અંધ બની ચુકયું છે...મિત્રો ન્‍યાય હવે તમારે કરવાનો છે, મતદારોએ યોગ્‍ય નિર્ણય કરીને મતદાન કરવાનો સમય છે તેમ ઇટાલીયાએ જણાવેલ છે.

 વિસાવદર વિધાનસભા મત ક્ષેત્રના ડુંગરપુર ગામે પણ બબાલના વાવડ છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયાએ સહ પરિવારે મતદાન કર્યુ હતુ.

(12:17 PM IST)