<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

કેશોદમાં હાજર વરલીનો જુગારનો અખાડો દુકાનમાં ઝડપાયોઃ ૨૫ શખ્‍સો ઝબ્‍બે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૯: જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયાએ પ્રોહી./જુગારની પ્રવળતિ નેસ્‍ત નાબુદ કરવા અને આવી ગે.કા. પ્રવળતિ ઉપર સંપુર્ણપણે અંકુશમાં લેવા  સુચના કરેલ હોય, જે અનુસંધાને આઇ.જી.પી. કચેરી જુનાગઢ રેન્‍જના પોલીસ ઇન્‍સપેકટર સી. વી. નાયકના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જી. કે. ઠાકર પો. સ. ઇ.  સી. એમ. ચાવડા સ્‍ટાફના માણસો સાથે જુનાગઢ રેન્‍જ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્‍યાન કેશોદ ટાઉનમાં પો. હેડ કોન્‍સ. બી.કે. ઓડેદરા તથા પો. કોન્‍સ. પ્રવીણસીંહ પીઠાભાઇ મોરીનાઓને હકીકત મળેલ કે, રજનીકાન્‍ત ઉર્ફે રાજુ નાનાલાલ દેવાણી કે જેણે ચાર ચોક પાસે, નવા બનતા રેલ્‍વે અંડર બ્રીજ પાસે દુકાન ભાડે રાખી તે દુકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી હાજર વરલીનો જુગાર રમી રમાડી અખાડો ચલાવે છે.જે આધારે રેઇડ કરતાં ફુલ-૨૫ ઇસમો હાજર વરલીનો જુગાર રમતાં રોકડ રૂ. રૂ.૪૭,૦૩૦/- તથા તથા મો.ફોન નંગ- ૧૩ કિ.રૂ.૪૯,૫૦૦/- તથા કાર-૧ કી.રૂ.૩,૦૦,૦૦૦/- તથા અન્‍ય જુગારના સાહીત્‍ય સાથે કુલ કી.રૂ.૩,૯૬,૫૩૦/- ના મુદામાલ સાથે પકડી એસ. વી. મારૂ એ ગુન્‍હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીમાં  (૧) રજનીકાંત ઉર્ફે રાજુ નાનાલાલ દેવાણી રહે. કસ્‍તુરબા શેરી, (૨) જેસીંગભાઇ ભાણાભાઇ બાબરીયા રહે. મેસવાણ ગામ, (૩) સંજયપરી ઉર્ફે જાડાબાપુ મનસુખપરી ગોસ્‍વામી, રહે. ગંગનાથ પરા,  (૪) જીલુભાઇ ઉર્ફે જયેશ બચુભાઇ ગોહેલ રહે. મેધના સોસાયટી, (૫) રમેશગીરી ઉર્ફે રમકાભાઇ જયરાજગીરી મેધનાથી રહે. શ્રીનગર,  (૬) ચેતન ઉર્ફે મુન્નો જેન્‍તીભાઇ ધનેસા રહે. આંબાવાડી (૭) નીરંજન ઉર્ફે લાલો રસીકભાઇ ભટ્ટ રહે. આંબાવાડી (૮) જેઠાભાઇ ઉર્ફે ભીખુ હીરાભાઇ વાધેલા રહે. માંગરોળ રોડ (૯) મસરીભાઇ સોમાભાઇ વાધેલા રહે.માંગરોળ રોડ (૧૦) ધીરૂભાઇ ચનાભાઇ પરમાર રહે.  એરપોર્ટ રોડ (૧૧) કમલેશભાઇ ઉર્ફે કમો કરશનભાઇ વિઠ્ઠલાણી રહે.આંબાવાડી (૧૨) જેન્‍તીલાલ ઠાકરશીભાઇ કીંદરખેડીયા રહે. સુતારવાવ, (૧૩) ચનાભાઇ જશુભાઇ પરમાર રહે. વાસાવાડી વીસ્‍તાર, (૧૪) નરેન્‍દ્ર ઉર્ફે કરણ ઉનીયા ઉયકે મરાઠા રહે. ઇન્‍દીરાનગર (૧૫) ધરમશી ઉર્ફે ધરમ જંગલભાઇ ગેડમ રહે. ઇન્‍દીરા નગર (૧૬) દેવેન્‍દ્રભાઇ વતનભાઇ પનાકે રહે. ઇન્‍દીરાનગર (૧૭) જગદીશભાઇ મોહનભાઇ મકવાણા રહે. તાલાલા,  (૧૮) કીશોરભાઇ ચોથાભાઇ પરમાર રહે. માળીયા, (૧૯) ભીમાભાઇ ગાંગાભાઇ રાઠોડ રહે. માળીયા, (૨૦) વિપુલ કીરીટભાઇ ડાભી રહે. માળીયા,  (૨૧) ભગવાનજીભાઇ ઉર્ફે ભગો બાબુભાઇ કુકડીયા, રહે. ત્રીલોક પરા (૨૨) દિપકભાઇ ચોથાભાઇ પરમાર, રહે. માળીયા,  (૨૩) દિપકભાઇ જશુભાઇ પરમાર રહે. પલ્લવી નગર (૨૪) હનીફભાઇ સીદીકભાઇ શોઢા, રહે. જુનાગઢ, ઢાલ રોડ, (૨૫) દિનેશભાઇ પરબતભાઇ બુમતારીયા રહે. જુના સાબુ કારખાના પાસે ઝડપાયા હતા.

 આ કામગીરીમાં  એ.એસ.આઇ. ગીરૂભા વાધેલા, તથા કેતનભાઇ રવજીભાઇ મકવાણા વિગેરે જોડાયા હતા.

(12:18 PM IST)