હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિમાન દુર્ઘટનામાં વેરાવળનાં રાજેશભાઇ જીમુલીયા અને ભાવનાબેન જીમુલીયાની અંતિમ વિધી
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ જિમુલિયા પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપીઃ મળતકનાં પુત્ર તથા વિશાળ સંખ્યામાં સગા-સંબંધીઓની હાજરીમાં ત્રિવેણી, વેરાવળ ખાતે અંતિમ સંસ્કાર કરાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ ૧૭૧ વિમાન ટેકઓફ થયાની ૨ મિનિટમાં ગુરુવારે બપોરે ૧:૪૦ કલાકે મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ૨૪૦થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. આ પ્લેનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ-૫ પેસેન્જર હતા.જે પૈકી ૨(બે) પેસેન્જર વેરાવળ તાલુકાના હતા. અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં દુઃખદ અવસાન થયાં હતાં.
જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મળતકોની બોડી લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે પ્રાંત અધિકારીશ્રી,વેરાવળને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
મળતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે એક ડોક્ટર તથા એક નાયબ મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા મળતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવેલ જેમાં બંને મળતકોનાં DNA મેચ થતાં મળતકના પરિવારને તા.૧૭/૬/૨૦૨૫ના રોજ સાંજે બોડી સુપરત કરવામાં આવી હતી.
જીલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા અવસાન પામેલ બંને મળતકની બોડી એમ્બ્યુલન્સ મારફત વેરાવળ ખાતે લાવવામાં આવી હતી. મળતકના પુત્ર તથા વિશાળ સંખ્યામાં સગા-સબંઘી તથા ૫રિવાર દ્વારા નક્કી થયા મુજબ ત્રિવેણી, વેરાવળ ખાતે અંતિમ સંસ્કાર કરાયાં હતાં. જેમાં મળતકનાં પુત્ર, ૫રિવારનાં સભ્યો તથા સગા-સબંઘીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પ્રાંત અધિકારી, વેરાવળની ટીમનાં સભ્યો ૫ણ દિવંગતની અંતિમ યાત્રામાં જોડાઈ અને તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને દુઃખની આ પળોમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શકય તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
