<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

બેંકની હરરાજીમાં લીધેલ સોનું નકલી નીકળ્‍યુ : જામનગર પોલીસમાં મામલો પહોંચ્‍યો : સામુ જોવા બાબતે માર મારી અપહરણ કરી ગયા

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં પંકજભાઈ કાંતીલાલ જૈન, ઉ.વ.૪૪, રે. એ/૧, સુખચેન કોમ્‍પ્‍લેક્ષ જવાહર ચોક, મણીનગર અમદાવાદવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આર્ટ ઈન કોરપોરેટ નામની પેઢી કાલુપુર અમદાવાદ ચલાવતા હોય અને  સાહેદ સુમીતભાઈ દિપકભાઈ રાણા જેઓ ડી.સી.બી.બેંકની હરાજી યોજનાર શ્રીરામ ઓટોમોલ ઈન્‍ડીયા લીમીટેડ ની હરાજી નં.રપ૦૭૪ યોજવામાં આવેલ હતી તે હરાજી શ્રીપતિ એપાર્ટમેન્‍ટ, ૧૦૧, ૧૦ર, ફસ્‍ટ ફલોર, મેઈન રોડ, ડી.કે.વી.કોલેજ ની બાજુમાં પાર્ક કોલોનીએ સાહેદ ગયેલ જે હરાજીમાં એક પેકેટ નં.૩૬૮પ૪૬૦૦૦૦૧૬રપ કિંમત રૂ.ર,પર,ર૪૭/- મા લીધેલ જેમાંથી ખોટુ સોનુ નીકળતા ડી.સી.બી.બેંકના અધિકારી આરોપી ડી.સી.બી.બેક જામનગર વતી મેનેજર આકાશ પાઠક, ડેપ્‍યુટી મેનેજર સંજયભાઈ ત્રિવેદી ને જાણ કરેલ તેઓએ આ બાબતે એસ.એ.એમ.આઈ.એલ. કંપનીને પણ જાણ કરતા કોઈ પગલા નહી લઈ અને ઉલ્‍ટાનું ફરીયાદી પંકજભાઈની કંપનીને તમામ બેંકની તમામ હરાજી માંથી પ્રતીબંધીત કરેલ અને આરોપી સોનાનું મુલ્‍યાકન કરના વેલ્‍યુઅર તથા સોનાની ચકાસણી પ્રમાણીત કરનાર ઓડીટર દ્વારા ખોટુ ઓડીટ કરી ફરીયાદી પંજકભાઈ સાથે છેતરપીંડી કરી ગુનોમાં મદદગારી કરી ગુનો કરેલ છે.

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રાજુ અમરશીભાઈ પઢીયાર, ઉ.વ.ર૮, રે. ખેતીવાડી સામે, ન્‍યુ ઈન્‍દીરા કોલોની શેરી નં.૧૦, પંચમુખી હનુમાનના મંદિર પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્‍જામ સર્કલ પાસે ફરીયાદી રાજુ તેના મીત્ર બીપીન સાથે ચા-પાણી પીવા ગયેલ ત્‍યારે આરોપીઓ ત્રણ અજાણ્‍યા ઈસમો એક રીક્ષા જેના રજી.નં. જી.જે.૧૦ ટી ડબલ્‍યુ-૩૧૧૦ માં બેઠેલ હોય તેઓ ઉંચા અવાજે પોત પોતામાં બોલાચાલી કરતા હોય તેને જોવા ફરીયાદી રાજુ જતા જે રીક્ષામાં આગળ બેઠેલો ચાલક ફરીયાદી રાજુને કહેલ તુ શુ સામે જોવે છે તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ ગાળા ગાળી કરી નીચે ઉતરીને પોતાના રીક્ષા માંથી લોખંડનો પાઈપ લઈ ફરીયાદી રાજુને લોખંડનો પાઈપથી માર મારી પગમાં તથા મોઢા ઉપર તથા આંખ પાસે ઈજા કરી તેમજ ડાબા પગે ફેકચર ઈજા કરી તેમજ બીજા બે આરોપી ઈસમે ફરીયાદી રાજુને ગાળા ગાળી કરી માર મારી શરીરે મુઢ ઈજા કરેલ બાદ ફરીયાદી રાજુને આ ત્રણેય આરોપી ઈસમોએ પકડી રીક્ષામાં બેસાડી તને મુકવો નથી તેમ કહી રીક્ષામાં અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

શેર બજારમાં કમાવી દેવાની લાલચ આપી છેતરપીંડી

સાઈબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં કેવિનભાઈ હિતેષભાઈ રોલા, ઉ.વ.ર૭, રે. ખોડીયાર કોલોની એસ.બી.શર્મા વલ્‍ડ પબ્‍લીક સ્‍કુલ પાસે એમ.પી.શાહ વૃઘ્‍ધાશ્રમની સામે, આશીષ એવન્‍યુ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રાહુલ વાસાણી એ પોતાના મારફતે શેર માર્કેટમાં રોકાણ કરી ઓછા સમયમાંવધુ નફો કમાવવા ફરીયાદી કેવિનભાઈ ને તથા સાહેદને લાલચ  આપી તથા અલગ અલગ ફેક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એપમાં ખોટો પ્રોફીટ બતાવી ફરીયાદી કેવિનભાઈ તથા સાહેદનો વિશ્‍વાસ કેળવી બાદ આરોપી રાહુલ એ શેર માર્કેટમાં ઈન્‍વેટમેન્‍ટના બહાના હેઠળ ફરીયાદી કેવિનભાઈને તથા સાહેદ પાસેથી કુલ રૂ.ર૮,૩૬,૦૦૦/- અલગ અલગ ઓનલાઈન ટ્રાન્‍ઝેકશનથી પોતાના બંધનબેંક ના ખાતા નં.પ૦ર૧૦૦૧૪૧૬૩૭પ૧ વાળા એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવી લઈ આ રકમ ફરીયાદી સહિત સાહેદને પરત નહી આપી ઠગાઈ કરી ગુનો કરેલ છે.

મુસાફરને લુંટી લીધા

અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મહેશભાઈ ટપુભાઈ કાંબરીયા, ઉ.વ.૩૩, રે. પ્રમુખ પાર્ક, સ્‍વામી નારાયણ મંદિર પાછળ જકાત નાકા સર્કલ પાસે એ ફરીયાદ નોંધાવી છે કે,  સોમનાથ ઓખા ટ્રેનમા જામનગર રેલ્‍વે સ્‍ટેશને ઉતરી રીક્ષા જેના રજી.નં. જી.જે.૧૦-ટી-ડબલ્‍યુ-૪૧૬૧ માં બેસી પોતાના ઘરે જતા હતા તે દરમ્‍યાન બે અજાણ્‍યા આરોપીઓ સફેદ કલરની એકટીવા મોટરસાયકલ પર આવેલ અને રીક્ષા રોકી રીક્ષા ચાલકને ત્‍યાંથી જતુ રહેવાનું કહી અને ફરીયાદી મહેશભાઈને નીેચે ઉતારી છરી બતાવી ઝઘડો કરતા રીક્ષા ચાલક ત્‍યાંથી પોતાની લઈ જતો રભ બાદ આરોપીઓ ફરીયાદી મહેશભાઈને ઢસડીને પુલ નીચે લઈ ગયેલ જેથી ફરીયાદી મહેશભાઈન પગમા મુઢ ઈજા થયેલ તેમજ ફરીયાદી મહેશભાઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને અને ફરીયાદી મહેશભાઈ પાસે રહેલ ૭૦૦/- રૂપિયા તથા મોબાઈલ અને એ.ટી.એમ.ની લુંટ કરી અને ફરીયાદી મહેશભાઈને મુંઢ ઈજા કરી વ્‍યથા કરી અને ત્‍યારબાદ ફરીયાદી મહેશભાઈને એ.ટી.એમ. માંથી રૂ.૯૦૦૦/- ઉપાડી લઈ લીધેલ અને આમ કુલ રૂ.૯, ૭૦૦/- રૂપિયાની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ ગુનો કરેલ છે.

શાકભાજીવાળાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સુરેશભાઈ ઘોકડભાઈ પાણખાણીયા, ઉ.વ.૪પ, રે. રામેશ્‍વનગર, માટેલ ચોક, રાજ રાજેશ્‍વરી શેરી નં.૭ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સુરેશભાઈ ના ઘરે શાકભાજી લેવાના બહાને આરોપીઓ સાયબાના લાલીયા તથા એક અજાણ્‍યો ઈસમ ફરીયાદી સુરેશભાઈ પાસે આવી આરોપી સાયબાના લાલીયા એ ફરીયાદી સુરેશભાઈને કહેલ કે તુ કૈલાશબા ના ઘરે કેમ જા છો તારે તેની સાથે શુ સબંધ છે તેમ કહેતા ફરીયાદી સુરેશભાઈને કહેલ કે મારે તેની સાથે કોઈ જાતનો સબંધ નથી હું ફકત તેમના ઘરે શાકભાજી આપવા માટે જાવ છું તેમ વાત કરતા આરોપીઓ એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ફરીયાદી સુરેશભાઈને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપી સાયબાનો લાલીયાએ લાકડાના ધોકા વડે શરીરે તથા પગમાં મુંઢ ઈજાઓ કરી તથા આરોપી અજાણ્‍યા ઈસમે ફરીયાદી સુરેશભાઈને જેમફાવે તેમ ઢીકાપાટુનો માર મારી આરોપી સાયબાના લાલીયાએ ફરીયાદી સુરેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

દેડકદળ ગામેથી ર૭૧ ચપલા ઝડપાયા

 એલ.સી.બી.ના યુ.જે.ઝાલાએ દેડકદળ ગામના બસ સ્‍ટેન્‍ડ પાછળ આ કામેના આરોપી ધર્મેન્‍દ્રસિંહ વિક્રમસિહ જાડેજા, ભગીરથસિહ નિરૂભા જાડેજા, છત્રપાલસિહ હરદેવસિહ જાડેજા અને સિઘ્‍ધરાજસિહ ઝાલાએ પોતાના કબજામાં ઇગ્‍લીશ દારૂના ર૭૧ ચપલા કિમત રૂા. ર૭૧૦૦ સાથે ઝડપી પાડયા હતા.

નેવીમોડા ગામે ડુપ્‍લીકેટ દારૂની ફેકટરી ચલાવતા છ શખ્‍સો ઝડપાયા

એલ.સી.બી. શાખાના એ.ડી. કોડીયાતરએ  નેવીમોડા ગામે આ કામેના આરોપીઓ હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિહ  ઉર્ફે સુખુભા જાડેજા, રાજસિંહ ઉર્ફે સિઘ્‍ધરાજસિહ ઉપેન્‍દ્રસિંહ ઝાલા, અર્જુનસીંગ તેજસીગ સોઢા, સુર્યપ્રતાપસીગ ભાનુપ્રતાપસીગ રાઠોડ, સૈતાનસીગ ઉકારસીગ રાઠોડ, સાવરલાલ ધેવરચંદ્ર મેવાળાઓ બનાવટી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરવા માટે પૂર્વ આયોજિત કાવત્રુ રચી વિદેશી દારૂ જેવો બનાવટી  દારૂ બનાવી કપનીના ખોટા સ્‍ટીકરો છપાવી ખરા તરીકે ઉપયોગ કરી કેમીકલ રાખી બનાવટી દારૂ બનાવવાની ફેકટરી ચલાવી દારૂના ચપલા (પાઉચ) ૧૦પ૬ નંગ તથા અન્‍ય પદાર્થો તથા સાધન સામગ્રી, વાહનો મળી કુલ રૂા. ૭,ર૮,૪પ૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા

(1:39 PM IST)