<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ભારતીય નૌકાદળના વાઈસ એડમિરલ સંજય જસજીતસિંહે દ્વારકાધીશ મંદિરે દર્શનનો લાભ લીધો

હેરભા વાઢેર દ્વારા ખાસ સ્‍મૃતિચિન્‍હ અર્પણ

(આલાપ ભરતભાઈ બારાઈ) વાઈસ એડમિરલ શ્રી સંજય જસજીતસિંહ, પીવીએસએમ, એવીએસએમ, એનએમ ભારતીય નૌકાદળના એક ખ્‍યાતનામ અને સમર્પિત ફ્‌લેગ ઓફિસર, હાલમાં પヘમિ નૌસેનાકમાનના ફ્‌લેગ ઓફિસર કમાન્‍ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી રહ્યાં છે.

તેઓએ તેમના દ્વારકા પ્રવાસ દરમિયાન પવિત્ર બેટ દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા હતા અને ત્‍યારબાદ ઓખા મંડળના લોકપ્રિય અને માન્‍ય વ્‍યક્‍તિ શ્રી  હેમભા વાઢેર સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

આ પ્રસંગે, શ્રી હેમભા વાઢેરને એડમિરલશ્રી દ્વારા એક ખાસ સ્‍મળતિચિホ (મોમેન્‍ટો) અર્પણ કરવામાં આવ્‍યું હતું. આ મોમેન્‍ટો ભારતના એક પ્રતિષ્ઠિત નાગરિકને આદર, સન્‍માન અને કળતજ્ઞતા રૂપે આપવામાં આવ્‍યું છે કારણ કે શ્રી હેમભા વાઢેર એ સન્‍માન માટે હકદાર છે.

શ્રી હેમભા વાઢેર ઓખા મંડળના જાણીતા અને શ્રદ્ધેય વ્‍યક્‍તિત્‍વ છે, જેમનું નામ માત્ર જ વડાપ્રધાન, મુખ્‍યમંત્રીથી લઈ રાષ્‍ટ્રપતિશ્રી સુધી જણાતું છે. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી બેટ દ્વારકાધીશ મંદિર તથા હનુમાન દંડી મંદિર, બેટ દ્વારકાની વ્‍યવસ્‍થાપન સમિતિમાં નિષ્‍કામ સેવા આપી રહ્યા છે. દાયકાઓથી તેઓ આ ધાર્મિક અને સાંસ્‍કળતિક કેન્‍દ્રોમાં પોતાનું સર્વસ્‍વ સેવા રૂપે અર્પણ કરી રહ્યા છે.

શ્રી હેમભા વાઢેરના તપ, સેવાભાવ અને લોકસેવા પ્રત્‍યેના અડિગ સંકલ્‍પના આ સ્‍વીકળતિરૂપે ભારતીય નૌકાદળના અધિકારી દ્વારા આપવામાં આવેલ આ સન્‍માન બેટ દ્વારકાની ધર્મધારાને વધુ ઉંચાઈ આપે છે.

(1:13 PM IST)