હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
મોરબીના ગાળા ગામના ૧૯ ખેતરો બન્યા તળાવ વર્ષોથી આ પરિસ્થિતિ, હાઇવેતંત્રની બેદરકારી
છેલ્લા પ વર્ષથી ગટર સાફ ન કરાવવાના લીધે પાણી બધુ ર૦૦ વિઘા જેટલા ખેતરોમાં ભેગુ થતું હોવાની રાવ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૯ : મોરબીના ગાળા ગામે નેશનલ હાઈવેની બેદરકારીના કારણે ૧૯ જેટલા ખેતરો તળાવ બની ગયા છે. છેલ્લા ૫ વર્ષથી આ સમસ્યા હોવાની ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ ગાળા ગામે ૧૯ જેટલા ખેડૂતોની ૨૦૦ વિઘા જમીનમાં પાણી ભરાઈ જાય છે. નેશનલ હાઈવેની બેદરકારીના લીધે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. ગટર સાફ ન કરતા બ્લોકેજના કારણે બધું પાણી ખેતરોમાં આવે છે. જેના કારણે છેલ્લા ૫ વર્ષથી ખેડૂતોને નુકસાની સહન કરવી પડી રહી છે.
વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા ૫ વર્ષથી દર ચોમાસે આ સમસ્યા ઉભી થાય છે. નેશનલ હાઈવેના અધિકારીઓને દશેક વાર રજુઆત કરી છે. કલેકટર, ધારાસભ્ય, મામલતદારને પણ રજુઆત કરી છે. છતાં હજુ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
