<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

પોરબંદરમાં બેકાબુ કાર ડીવાઇડર સાથે અથડાઇઃ૨ યુવાનોને ઇજા

અતિ ભારે સ્‍પીડમાં રહેલી કારનો બુકડો બોલી ગયોઃ એન્‍જીન બહાર નીકળી ગયું

(ભીખુભાઇ મહેતા દ્વારા) પોરબંદર તા.૧૯: નેશનલ હાઇવે ઉપર રાત્રીના બેફામ ગતિએ આવી રહેલી કાર ડીવાઇડર સાથે અથડાતા કારનો બુકડો બોલી  ગયો હતો અને કારનું એન્‍જીન બહાર નીકળી ગયું હતું. આ કાર અકસ્‍માતમાં ૨ યુવાનોને ઇાજા થઇ હતી.

પોરબંદર-રાજકોટ હાઇવે ઉપર રાત્રીના અતિ ભારે સ્‍પીડમાં આવેલી સ્‍કોંડા કાર બેકાબુ થઇ જતા ડીવાઇડર સાથે અથડાઇ ગઇ હતી અને આ અકસ્‍માતમાં કારમાં બેઠેલા બોખીરાના અભયભાઇ બચુભાઇ કારાવદરા અને યશભાઇ ભરતભાઇ ઓડેદરા બંનેને ઇજા થતા સરકારી હોસ્‍પિટલે ખસેડાયેલ છે.

આ કારમાં અન્‍ય ૨ યુવાનો બેઠા હતા તેઓ ઇજાથી બચી ગયા  હતા.

(1:40 PM IST)