<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

મોરબીના ગીરીશ કણઝારીયાએ પ્રેમસંબંધમાં મદદગારી કરતા હત્‍યા કરાઇ' તીઃ ૭ ની શોધખોળ

 

પોરબંદર સદ્‌ભાવના સેવા મંડળ દ્વારા પ્‍લેન ક્રેશના સદ્‌ગતોને આજે રાત્રે ૯-૩૦ વાગ્‍યે રામનંદી સમાજ વાડી પંચાયત ચોકી ગેટ  પાસે શ્રધ્‍ધાંજલી કાર્યકમ

હત્‍યાનો ભોગ બનનાર ગીરીશની ફાઇલ તસ્‍વીર

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૯: મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં યુવાનને પકડી રાખીને માર મારી પથ્‍થર વડે ઈજા કરતા તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું જેથી બનાવ હત્‍યામાં પલટાયો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે સાત શખ્‍સોએ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના વજેપર શેરી ૧૩ માં રહેતા ભાવનાબેન નારણભાઈ કણઝારીયા (ઉ.૪૫)એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરા ગીરીશ (ઉ.૨૭) ને અગાઉ આરોપી મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઇની ભત્રીજીને તેના પડોશમાં રહેતા પ્રકાશ વિનુભાઈ સાથે પ્રેમ સંબધ હોય અને ગીરીશ એ તેને મદદ કરતો હોવાનું શક્‍વહેમ રાખી ગીરીશ વિરૂધ્‍ધ સને ૨૦૧૭ માં પોલીસ ફરિયાદ કરેલ તેમજ બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશ સાથે ગીરીશભાઈને ગાળો બોલવા બાબતે મારામારી થયેલ હોય જેનો ખાર રાખી ગીરીશભાઈને લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં આરોપી દિલીપ મહેશભાઈ કણઝારીયા, અરવિંદભાઈ ઉર્ફે મુન્નો ડાયાભાઇ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર,પ્રભુભાઈ ડાયાભાઇ પરમાર, મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઇ પરમાર, જગાભાઈ ડાયાભાઇ પરમાર અને અમિત મહેશભાઈ પરમાર એ ગીરીશ તથા સાહેદને ગાળો બોલી આરોપી દિલીપ મહેશભાઈ એ છરીના ઘા મારેલ તથા આરોપીઓ કિશન પ્રભુભાઈ તથા પ્રભુભાઈ ડાયાભાઇતથા મહેશ ડાયાભાઇ એ લાકડાના ધોકા વડે માર મારેલ તથા આરોપી અમિતે લોખંડના પાઈપ વડે માર અમારી તથા આરોપી જગાભાઇ એ પકડી રાખેલ અને આરોપી અરવિંદે પથ્‍થર વડે માર મારતા મળત્‍યુ નીપજ્‍યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ ફરીયાદ અન્વયે પોલીસે ઉકત સાતેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

(1:27 PM IST)