<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

જામનગરમાં ડુપ્‍લીકેટ દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ : ૬ ની ધરપકડ

રૂા. ૭.ર૮ લાખનો મુદામાલ ઝડપાયોઃ જામનગર એલસીબી ટીમની કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯: જામનગરમાં એલસીબી ટીમે ડુપ્‍લીકેટ ઇંગ્‍લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડીને ૬ શખ્‍સોની ધરપકડ કરી છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર સાહેબ (આઇપીએસ) પ્રોહીબીશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ (આઇપીએસ) નાઓએ જામનગર જીલ્લા માથી પ્રોહીબીશન બદીને નેસ્‍ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્‍સ. શ્રી વી.એમ.લગારીયા નાઓના દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફના માણસો જામનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

જામનગર તાલુકાના નેવીમોડાગામે રહેતા હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા તથા શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્‍ધરાજસિંહ ઉપેન્‍દ્રસિંહ ઝાલા રહે. બન્ને જામનગર વાળા સાથે મળી ભાગીદારીમા રાજસ્‍થાન ના અર્જુનસીંગ તેજસીંગ સોઢા તથા સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડને બોલાવી તેમની સાથે મળી હરદીપસિંહ જાડેજાની નેવીમોડાગામ ની વાડીના રહેણાંક મકાનમાં આલ્‍કોહોલ સ્‍પીરીટને જરૂરીયાત મુજબ ભેળસેળ કરી ઇંગ્‍લીશ પીવાનો દારૂ બનાવવા ની ફેકટરી ચલાવી ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો વેચાણ કરે છે અને હાલ ઉપરોકત ઇસમો વાડીમા આવેલ ફેકટરીમા હાજર રહી દારૂ બનાવવાની ગે.કા.પ્રવળતિ ચાલુ હોય જેથી  વાડીમા મકાનમા બનાવેલ ફેકટરીમા રેઇડ કરી (૧) હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જાડેજા (૨) શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્‍ધરાજસિંહ ઉપેન્‍દ્રસિંહ ઝાલા (૩) અર્જુનસીંગ તેજસીંગ સોઢા રાજપુત (૪) સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ (૫) સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ રાજપુત (૬) સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા કલાળ નાઓને પકડી આલ્‍કોહોલ સ્‍પીરીટ દ્રારા  વિદેશી પીવાનો દારૂ બનાવતા હોવાનુ જણાવેલ.જેથી મજકુર ઇસમને પકડી પાડી,મજકુરના કબ્‍જામા સ્‍પીરીટ,ફલેવરકલર મીશ્રણ  કરી,ડુપ્‍લીકેટ ઇગ્‍લીશ દારૂ બનાવેલ જથ્‍થો, આલ્‍કોહોલ સ્‍પીરીટ,પાઉચમા લગાડવાના સ્‍ટીકર,રંગ પ્રવાહી,મોબાઇલ ફોન,ફોરવ્‍હીલકાર વિગેરે કબ્‍જે કરી મજકુર ઇસમો વિરૂધ્‍ધ, અરજણભાઇ કોડીયાતર નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્‍સ.શ્રી સી.એમ.કાંટેલીયા નાઓએ મજકુર ઇસમો તથા તપાસમા ખુલ્લે તે તમામ વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે

       પોલીસે (૧) હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ જાડેજા રહે. જામનગર મુળ- નેવીમોડા તા.જી જામનગર 

(૨) શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્‍ધરાજસિંહ ઉપેન્‍દ્રસિંહ ઝાલા રહે. રામેશ્વરનગર, નિર્મળનગર જામનગર

(૩) અર્જુનસીંગ તેજસીંગ સોઢા રહે. ચોહટન, મેધવાલોકા વાસ, તા.ચોહટન જી.બાડમેર રાજસ્‍થાન

(૪) સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ રહે. લોરડીગામ તા.વિજયનગર જી.બ્‍યાવર રાજસ્‍થાન

(૫) સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ રહે. બરેલાગામ તા.વિજયનગર જી.બ્‍યાવર રાજસ્‍થાન

(૬) સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા કલાળ રહે. બડલાગામ તા.હુરડા થાના ગુલાબપુરી જી.ભીલવાડાની પોલીસે ધરપકડ કરી છે.

આલ્‍કોહોલ સ્‍પીરીટ થી બનાવેલ ડુપ્‍લીકેટર ઇગ્‍લીશ દારૂ લીટર -૬૦૦ કિ.રૂ. ૨,૪૦,૦૦૦/-

આલ્‍કોહોલ સ્‍પીરીટ થી બનાવેલ ઇગ્‍લીશ દારૂ ના ચપલા-૧૦૫૬ કિ.રૂ. ૧,૦૫૬૦૦/-

ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-૯ કિ.રૂ ૨૦૦૦/

ઇંગ્‍લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ તથા ફુડ કલર -૪ બોટલ કિ.રૂ. ૧૩૫૦/

ઇંગ્‍લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા નંગ- -૨૦૫૦

ઇંગ્‍લીશ દારૂ રાખવાના માટે ના બોકસ નંગ-૧૪૯

ઇંગ્‍લીશ દારૂ ભરવા માટે પ્‍લાસ્‍ટીકના પાઉચ- ૯૫૦ કિ.રૂ ૯૫૦૦

ઇંગ્‍લીશ દારૂ ના પુઠાની પેટીઓ તથા ઢાંકણા ઉપર પ્‍લાસ્‍ટીકના સ્‍ટીકરો -૧૧૧૦ કિ.રૂ. ૧૧૧૦૦/

દારૂ ઓલ્‍કોહોલ માપવાનુ મીટર -મશીન-૧

દારૂ ઓલ્‍કોહોલ માપવા દર્શાવતુ  બીકર મશીન તથા દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ

મશીન-૩ કિ.રૂ ૪૦૦૦/-

પ્‍લાસ્‍ટીકના બેરેલ-૩ રૂ.૧૫૦૦/-

મોબાઇલ ફોન-૮ કિ.રૂ.૪૦,૫૦૦/-

ફોર વ્‍હીલ કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/-

                   ટોટલ મુદામાલ કિ.રૂ ૭,૨૮,૪૫૦/- નો કબ્‍જે કરેલ છે

આરોપીઓએ આલ્‍કોહોલ સ્‍પીરીટ,કેમીકલ તથા ભારતીય બનાવટના ઇંગ્‍લીશ દારૂના બ્રાન્‍ડનો ફલેવર લાવવા માટેનુ કલર પ્રવાહી,પાણીની ટાંકીઓમા મિશ્રણ/ભેળસેળ કરી,ઇંગ્‍લીશ દારૂ ના માર્ક રોયલ સ્‍ટગ બેરલ સીલેકટ પ્રીમીયમ વ્‍હીસ્‍કી ના બનાવટી સ્‍ટીકર તથા બુચો બનાવી,દારૂ પાઉચમાં ભરી,ડુપ્‍લીકેટ દારૂમા આલ્‍કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્‍કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર ઉપયોગ કરી,મશીનથી પાઉચને શીલ કરી,ડુપ્‍લીકેટ દારૂનુ વેચાણ કરતા હોવાનુ ખુલવા પામેલ છે.

છ ઇસમોની પુછપરછ દરમ્‍યાન સદરહુ આલ્‍કોહોલ સ્‍પીરીટ થી ડુપ્‍લીકેટ  ઇંગ્‍લીશ દારૂ ની ફેકટરીમાં દારૂ બનાવી જામનગર શહેરમાં વેચાણ કરવા માટે ચાલુ કરેલ નુ ખુલવા પામેલ છે.

તેમજ એલ.સી.બી.સ્‍ટાફ ના એલ.સી.બી. સ્‍ટાફના ક્રિપાલસિંહ જાડેજા,યુવરાજસિંહ ઝાલા,મયુરસિંહ પરમાર ને સંયુકત રીતે ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે, ધ્રોલ તાલુકાના દેડકદળ ગામે ગામના ધર્મેન્‍દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તથા ભગીરથસિંહ મેરૂભા જાડેજા, છત્રપાલસિંહ હરદેવસિંહ જાડેજા રહે.ત્રણેય દેડકદળ વાળાઓને દેડકદળ પાટીયા પાસેથી પકડી પાડી તેમના કબજામાંથી ઇંગ્‍લીશ દારૂ ના ચપલા નંગ-૨૭૧ કિ.રૂ ૨૭,૧૦૦/ નો મુદામાલ  કબ્‍જે કરેલ છે.મજકુર ઇસમની પુછપરછ દરમ્‍યાન સદરહુ દારૂ નો જથ્‍થો  આરોપીઃ- સિધ્‍ધરાજસિંહ ઝાલા રહે.જામનગર વાળા આપી ગયેલ નુ જણાવેલ છે. ઉપરોકત તમામ વિરૂધ્‍ધ, યુવરાજસિંહ ઝાલા એ  ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેઙ.કોન્‍સ. ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા એ કાયદેસર કાર્યવાહી કરેલ છે

આ કાર્યવાહી પો.ઇન્‍સ.શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા,બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે. 

(4:01 PM IST)