હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
રવિવારે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે શ્રમયોગીઓ માટે મતદાનના દિવસે ખાસ રજા જાહેર કરવાની રહેશે
સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા

જામનગર: રાજ્યના શ્રમ આયુક્તએ એક યાદી દ્વારા જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી યોજાશે. આથી, જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ એક્ટ – ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ દિવસે, ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં, સંસ્થાઓએ આવા કર્મચારીઓ કે કામદારોને મતદાન માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે. અથવા, જો કોઈ સંસ્થામાં મતદાનનો દિવસ કર્મચારીની સાપ્તાહિક રજાનો દિવસ ન હોય, તો તે દિવસે સંસ્થા ચાલુ રાખીને અવેજીમાં મતદાનના દિવસે રજા આપવાની વ્યવસ્થા કરવાની રહેશે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
