હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં ફરી ઘોડી પાસાનો જુગાર પકડાયો :મોટાપીર ચોકમાં અક્બરશા મસ્જિદ પાસેથી જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
બાતમીના આધારે સીટી એ ડિવિઝનની સર્વેલન્સ ટીમે પાંચેય આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ જામનગર નાઓએ પ્રોહી-જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિહ એન.ઝાલા ના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાની સુચનાથી સર્વલન્સ સ્ટાફના માણસો જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પો.હેડ.કોન્સ વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિહ નીરૂભા સોઢાને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, મોટાપીરના ચોકમા અકબરશા મસ્જીદના ખુણા પાસે જાહેરમાં રોડ ઉપર અમુક શખ્શો ધોડી પાસા વડે રૂપીયાના દાવ લગાડી પૈસાની હારજીત કરી જુગાર રમે છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા આરોપી નં (૧) ઇશાક મામદભાઇ રજબાની( રહે.મીરા રેસ્ટોરેન્ચાંદીના તાજીયાના માતમ પાસે રંગુનવાલા હોસ્પિટલ કાલાવાડ નાકા બહાર જામનગર) (૨) કાદર ઉર્ફે છુક છુક મજીદભાઇ બાજરીયા(રહે ભાવસાર ચકલો ગલેરીયા શેરી ૧ કાલાવાડ નાકા બહાર જામનગર) (૩) તાહેર સેફુદીન સોની (રહે.પટોલી કળી બાવાવાળ મુલ્લા મેડી કાલાવાડ નાકા બહાર જામનગર ) (૪) કાસમ ઉર્ફે ડાર્લીગ અલીભાઇ કોફીવાલા (રહે. રંગુનવાલા હોસ્પીટલ પાસે મિરા રેસ્ટોરેન્ટ હોટેલ ની સામે જામનગર વાળા) ઓ પકડાઇ ગયેલ અને આરોપી નંબર (૫) શબીર મજીદભાઇ બાજરીયા (રહે. ભાવસાર ચકલો જામનગર વાળા )નાશી ગયેલ હોય અને પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૨,૦૨૦/- તથા ધોડી પાસા નંગ -૨ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૨,૦૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પો.કોન્સ. રૂષીરાજસિંહ લાલુભા જાડેજાએ ફરીયાદ આપી પો.હેડ.કોન્સ. શ્રી વિજયભાઇ બળદેવભાઇ કાનાણીએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમા પોલીસ ઇન્સ. એન.એ.ચાવડા તથા એ.એસ.આઇ નરેન્દ્રસિહ ખુમાનસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ યોગેન્દ્રસિહ નીરૂભા સોઢા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા પો કોન્સ રૂષીરાજસિંહ લાલુભા જાડેજા તથા કીશોરભાઈ ભુટાભાઇ ગાગીયા દ્વારા કરવામા આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
