<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

પોરબંદરના મહિલાનું કેદારનાથમાં હાર્ટએટેકથી મૃત્યુ :નવ દિવસથી ચારધામ યાત્રાએ ગયેલા વૃદ્ધાનું પ્રાણ પંખેરું ઉડી ગયું

ખારવા વાડ પંચહાટડી વિસ્તારમાં રહેતા હીરાબેન સત્સંગી જીવન જીવતા હતા. : કૈલાશવાસી થયાના સમાચાર મળતા પરિવારજનો કેદારનાથ જવા રવાના

( હેમેન્દ્રભાઈ પારેખ દ્વારા ) પોરબંદરના વૃદ્ધાનું કેદારનાથધામમાં મુર્ત્યું નીપજ્યું છે જાણવામાં મળ્યા મુજબ આજે સવારે કેદારનાથ પહોંચ્યા બાદ મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું 

  પોરબંદરના  ખારવા વાડ પંચહાટડી વિસ્તારમાં રહેતા  ગં .સ્વ. હીરાબેન હીરાલાલ પાંજરી (ઉવ 62 ) છેલ્લા નવ દિવસથી હરિદ્વાર કેદારનાથ ચારધામની યાત્રાએ ગયા હતા કેદારનાથ પહોંચતા જ ઉપરના ભાગે હૃદયરોગનો હુમલો આવતા કૈલાશવાસ થયા છે તેમના મૃતદેહને ત્યાંની હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયા છે ત્યારબાદ તેનો મૃતદેહ સોંપાશે,, અહીંથી તેઓના પરિવારજનો મૃતદેહ લેવા કેદારનાથ જવા રવાના થયા છે 

(10:36 PM IST)